Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : 16-year-old boy attacks sarpanch and his son with knife

નટવરગઢ: 16 વર્ષના કિશોરે છરી વડે સરપંચ અને તેના દીકરા પર કર્યો હુમલો, સરપંચ પુત્રનું મોત

Timeછેલ્લું અપડેટ : 13 Dec 2024
લાઇવ ટીવીGoogle News
નટવરગઢ: 16 વર્ષના કિશોરે છરી વડે સરપંચ અને તેના દીકરા પર કર્યો હુમલો, સરપંચ પુત્રનું મોત

સુરેન્દ્રનગર જિલ્લાના નટવરગઢમાં 16 વર્ષના કિશોરે હત્યા કરવાની ઘટના સામે આવી છે. આ ઘટના સામે આવતા સભ્ય સમાજ પણ ચોંકી ઉઠ્યો છે. મળતા અહેવાલ પ્રમાણે બાળકે સુરેન્દ્રનગરના નટવરગઢ ગામે 21 વર્ષીય યુવકની હત્યા કરી નાખી હતી.

App Store

16 વર્ષના કિશોરને કોઈ કારણોસર આપ્યો હતો ઠપકો 

નટવરગઢ ગામના સરપંચે 16 વર્ષના કિશોરને કોઈ કારણોસર ઠપકો આપ્યો હતો અને આ ઠપકા બાદ બાળકને માઠું લાગ્યું હતું. કિશોરના માથા પર શું ભૂત સવાર થઈ ગયું કે તેણે સરપંચ અને તેમના 21 વર્ષના પુત્ર પર છરીના ઉપરાઉપરી  ઘા માર્યા હતા.  સરપંચ અને તેના પુત્ર પર ઘાતકી હુમલો કર્યો હતો. 

આ પણ વાંચો: VIDEO: આણંદમાં બે કાર વચ્ચે થઈ ભયાનક ટક્કર, દુર્ઘટનામાં એક કાર બ્રિજ પરથી નીચે ખાબકી

કિશોરને સરપંચ અને તેના પુત્ર પર ઘાતક હુમલો કર્યો

આ ઘટનામાં સરપંચના 21 વર્ષના પુત્રનું મોત થયુ છે, તો સરપંચની હાલત ગંભીર થતા તેમને સુરેન્દ્રનગરની મેડિકલ કોલેજમાં સારવાર માટે રાખવામાં આવ્યા છે. પોલીસને સમગ્ર મામલાની જાણ થતાં સમગ્ર કાફલો હોસ્પિટલ દોડી આવ્યો હતો. તો બીજી તરફ 16 વર્ષના કિશોરે હત્યા કરવાની ઘટનાની સમગ્ર નટવરગઢમાં ટોકઓફ ધ ટાઉન બની હતી.