Video: રાજકોટ સિવિલ હોસ્પિટલ બેદરકારી મામલે સિવિલ અધિક્ષકના ગોળ ગોળ જવાબો, સ્ટાફને છાવરવાનો પ્રયાસ

સોર્સ: gstv

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દીની છાતીમાં તાર ફસાઈ જવાની ગંભીર બેદરકારી મામલે સિવિલ અધિક્ષક ડો. કમલ ડોડીયા સ્ટાફને છાવરતા હોવાનું સામે આવ્યું છે. સમગ્ર ઘટના અંગે મીડિયા સમક્ષ તેમણે ગોળ ગોળ જવાબો આપ્યા હતા અને કયા ડોક્ટરે ઓપરેશનની શરૂઆત કરી તે નામ જાહેર કરવાનું પણ ટાળ્યું હતું. આ ઘટના બેદરકારી છે કે ઓપરેશનની પ્રક્રિયાનો ભાગ, તે તપાસનો વિષય હોવાનું જણાવી તેમણે હાલ દર્દીને પ્રાથમિક સારવાર આપવાની વાત કરી છે. અધિક્ષકના આ વલણથી તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયા છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત