Video: રાજકોટ સિવિલ હોસ્પિટલની ગંભીર બેદરકારી, દર્દીની છાતીમાં તાર ફસાતા પરિવારમાં ભારે રોષ

રાજકોટ સિવિલ હોસ્પિટલની વધુ એક ગંભીર બેદરકારી સામે આવી છે. દર્દીના પુત્ર સંજય બારોટના જણાવ્યા મુજબ, તેમના પિતાને પેટમાં ગાંઠનું ઓપરેશન કરાવવા હોસ્પિટલ લાવ્યા હતા. ઓપરેશન પહેલાં 10થી 15 પ્રયાસો છતાં હાથમાં વેન ન ચડતા છાતીના ભાગે તાર નાખવામાં આવ્યો હતો, જે બહાર કાઢતી વખતે ગૂંચવાઈને અંદર જ ફસાઈ ગયો. આ અંગે રજૂઆત કરતાં તંત્રએ દર્દીને અમદાવાદ સારવાર માટે લઈ જવા કહી દીધું હતું. આ ગંભીર બેદરકારી બદલ પરિવારે જવાબદાર ડોક્ટર અને નર્સિંગ સ્ટાફ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.
જાહેરાત















