Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Complaint filed against 'Koli Thakor Sena President' and filmmaker for rape of minor girl

Rajkot: 'કોળી ઠાકોર સેનાના અધ્યક્ષ' અને ફિલ્મ નિર્માતા સામે સગીરા પર દુષ્કર્મની ફરિયાદ

Timeછેલ્લું અપડેટ : 03 Oct 2025
લાઇવ ટીવીGoogle News
Rajkot: 'કોળી ઠાકોર સેનાના અધ્યક્ષ' અને ફિલ્મ નિર્માતા સામે સગીરા પર દુષ્કર્મની ફરિયાદ
સોર્સ : gstv

પોતાને ગુજરાત કોળી ઠાકોર સેનાનો અધ્યક્ષ ગણાવતા અને ગુજરાતી ફિલ્મ નિર્માણ સાથે સંકળાયેલા એક શખ્સ વિરુદ્ધ રાજકોટમાં દુષ્કર્મની ગંભીર ફરિયાદ નોંધાઈ છે. આ શખ્સ પર મૂવીમાં રોલ આપવાની લાલચ આપીને સગીરા સાથે અનેક વખત દુષ્કર્મ આચરવાનો આરોપ છે.

App Store

આરોપીની ઓળખ જયેશ ઠાકોર તરીકે થઈ છે, જે કોંગ્રેસ અગ્રણી અને ગુજરાતી પિક્ચરનો ડાયરેક્ટર હોવાનું પણ સામે આવ્યું છે. જયેશ ઠાકોરે 15 વર્ષીય સગીરાને ગુજરાતી ફિલ્મમાં રોલ આપવાની લાલચ આપીને પોતાની હવસનો શિકાર બનાવી હતી.

દુષ્કર્મની ઘટના અને કાર્યવાહી

ફરિયાદ મુજબ, જયેશ ઠાકોરે છેલ્લા બે વર્ષના સમયગાળા દરમિયાન અલગ અલગ જગ્યાએ સગીરા સાથે 15 થી 17  વખત દુષ્કર્મ આચર્યું હતું. આરોપીએ પોતાની ઓફિસ અને ફ્લેટમાં આ કૃત્ય કર્યું હતું.

આ ગંભીર ગુનાની ફરિયાદ શહેરના યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે. આરોપી જયેશ ઠાકોર વિરુદ્ધ BNSની કલમ 64 /બે, એમ આઈ અને પોક્સો (POCSO) સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આ કેસમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને કોર્ટ દ્વારા આરોપીના બે દિવસના રિમાન્ડ પણ મંજૂર કરવામાં આવ્યા છે.

આ અંગે એસીપી, પશ્ચિમ વિભાગ, રાજકોટના રાધિકા ભારાઈએ વધુ માહિતી આપી હતી. આ ઘટનાએ રાજકોટના રાજકીય અને ફિલ્મ જગતમાં ચકચાર મચાવી દીધી છે.