Video: Rajkotની શાળામાંથી ગુમ થયેલા 3 બાળકો હેમખેમ મળી આવ્યા, જાણો જૂનાગઢ સુધી પહોંચ્યા કેવી રીતે
રાજકોટ શહેરની તગડી ફી વસૂલતી ધોળકિયા સ્કૂલમાંથી ગુમ થયેલા ત્રણ વિદ્યાર્થીઓ જૂનાગઢ ખાતેના એસ.ટી. કંટ્રોલ રૂમમાંથી હેમખેમ મળી આવતા તેમના વાલીઓ અને સગાઓએ હાશકારો અનુભવ્યો હતો.
આ ત્રણેય બાળકો 1 ઓક્ટોબરે બપોરે 4.15 વાગ્યે શાળામાંથી નીકળી ગયા હતા, તેમ છતાં શાળા સંચાલક દ્વારા વાલીઓને સમયસર જાણ કરવામાં ન આવી હોવાના કારણે વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વાલીઓએ શાળાની આ ગંભીર બેદરકારી બદલ કડક પગલાં લેવાની માગણી કરી છે.
બાળકો મળી આવ્યા બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે બાળકોને તેમના વાલીઓ સાથે વિડીયો કોલ દ્વારા વાતચીત કરાવી હતી, જેનાથી વાલીઓની ચિંતા દૂર થઈ હતી.
જોકે, આ સમગ્ર ઘટનાએ અનેક સવાલો ઊભા કર્યા છે. વાલીઓ અને લોકોમાં સવાલ છે કે, "કયા દબાણમાં બાળકોને માત્ર શાળા જ નહીં, પણ રાજકોટ શહેર છોડીને જૂનાગઢ સુધી જવાની ફરજ પડી?" અને બીજો સૌથી મોટો સવાલ એ છે કે, "બાળકો પાસે પૈસા પણ ન હોવા છતાં તેઓ જૂનાગઢ સુધી પહોંચ્યા કેવી રીતે?"

