Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / જૂનાગઢ : Video: Kshatriya women's garba , entry into the garba ground with a sword and bullets

Video:Junagadhમાં ક્ષત્રિય મહિલાઓના ગરબા, તલવાર લઇ બુલેટ પર ગરબીના ગ્રાઉન્ડમાં મારી એન્ટ્રી

Timeછેલ્લું અપડેટ : 28 Sept 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

દિવસે દિવસે પશ્ચિમી સંસ્કૃતિનો ક્રેઝ વધતો જાય તેવા સમયે જુનાગઢની ક્ષત્રિય મહિલાઓએ પોતાના પરંપરાગત પહેરવેશમાં તલવારબાજીનો રાસ રમીને સૌને મંત્રમુગ્ધ કરી દીધા. સાડીના ઘૂંઘટમાં બુલેટ સહિતની બાઇક પર ગરબા ગ્રાઉન્ડમાં પ્રવેશ કરી, યુવાનોને પણ શરમાવે તેવી કુશળતા દર્શાવી. આ અનોખા ગરબાએ નવરાત્રીના આનંદમાં પરંપરાની ગરિમા ઉમેરી.

App Store

માન-મર્યાદા અને મોભાનો સંગમ: ક્ષત્રિય મહિલાઓની ભવ્યતા

માન, મર્યાદા અને મોભાનો સંગમ એટલે ક્ષત્રિય મહિલાઓ. આજની યુવતીઓ વેસ્ટર્ન કલ્ચરને વધુ અપનાવતી હોય તેવા સમયે જુનાગઢની ક્ષત્રિય મહિલા મંડળની યુવતીઓએ પરંપરાને જીવંત કરી છે.  તેઓએ છેલ્લા આઠ દિવસથી તૈયારીઓ કરી, તલવાર સાથે ગરબા ગ્રાઉન્ડમાં બુલેટ જેવી બાઇક પર ખુલ્લી લાત્વાર લઈને પ્રવેશ કર્યો હતો. તેમની તલવારબાજીની કળા એવી હતી કે પુરુષો પણ શરમાઈ જાય.

ક્ષત્રિય મહિલાઓએ વેસ્ટર્ન કલ્ચરને સીધો પડકાર ફેંક્યો: "ઘૂંઘટ અમારી મજબૂરી નથી, પણ અમારી મજબૂતી છે. અમે જમાનાની સાથે તાલ મિલાવીએ છીએ, પરંતુ ક્ષત્રિય પહેરવેશમાં જ." આ રાસ ગરબાએ યુવા વર્ગને પણ પ્રભાવિત કર્યા, જેઓ વેસ્ટર્ન ફેશનમાં ડૂબેલા હોય તેમ છતાં આ પરંપરાગત શૈલીમાં ભાવુક થઈ ગયા.

 

ટોપિક્સ:navratri 2025talvar rasjunagadh