Video: Junagadhના માલધારીએ ઝેરી દવા પીધાનો મામલો, વન વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓ સામે નોંધાયો ગુનો
સોર્સ : gstv
જૂનાગઢ જિલ્લાના જાંબુથાળા ગામે માલધારી સલીમભાઈએ વન વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓના ત્રાસથી કંટાળીને ઝેરી દવા પી આત્મહત્યા કરી હતી. જેના કારણે વિસ્તારમાં ભારે વિવાદ થયો હતો.
સલીમભાઈએ વન વિભાગના સતત હેરાનગતિના કારણે આ પગલું ભર્યું. પરિવારજનોએ ફરિયાદ કરવા પોલીસનો સંપર્ક કર્યો, પરંતુ 24 કલાકથી વધુ સમય સુધી પોલીસે ફરિયાદ નોંધવાનો ઇન્કાર કર્યો, જેનાથી વિવાદ વધ્યો.
કોંગ્રેસે આ મુદ્દે દબાણ વધાર્યું અને રાહુલ ગાંધી આજે જૂનાગઢની સિવિલ હોસ્પિટલની મુલાકાતે પરિવારજનોને મળે તેવો અંદાજ તંત્રને હતો અને અંતે મોડી રાત્રે અઢી વાગ્યે પોલીસે વન વિભાગના કર્મચારીઓ સામે ગુનો નોંધ્યો. ત્યારબાદ પરિવારજનોએ મૃતદેહ સ્વીકારી લીધો અને જાંબુથાળા રવાના થયા. સલીમભાઈની અંતિમ વિધિ આજે 11:30 વાગ્યે થશે.

