Junagadh news: રાહુલ ગાંધી ફરી એક વાર આવશે ગુજરાત, કોંગી કાર્યકરોને કરશે સંબોધન

સોર્સ : GSTV
જુનાગઢના ભવનાથ તળેટીના પ્રેરણાધામ ખાતે ચાલી રહેલી કોંગ્રેસની પ્રશિક્ષણ શિબિરમાં આવતીકાલે લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધી હાજરી આપશે. આ શિબિરમાં બીજી વખત રાહુલ ગાંધી હાજરી આપી કોંગી કાર્યકરોને સંબોધશે.
જૂનાગઢ ખાતે દસ દિવસીય કોંગ્રેસની પ્રશિક્ષણ શિબિર ચાલી રહી છે, જેમાં કોંગ્રેસના અલગ અલગ ક્ષેત્રના નિષ્ણાંતો માર્ગદર્શન આપી રહ્યા છે. રાહુલ ગાંધી પણ આ શિબિરમાં હાજરી આપી હતી, ત્યારે તેના સમાપન વખતે લોકસભા વિપક્ષ નેતા ફરી એક વાર આવશે. આવતીકાલે બપોરે એક કલાકે રાહુલ ગાંધી કેશોદ એરપોર્ટ પર પહોંચશે, ત્યાર બાદ રોડ માર્ગે જૂનાગઢ આવી આવશે.

