Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : bogus doctor who was tampering with the health of people in Khodpipar village

Rajkot/ ખોડપીપર ગામમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતો બોગસ ડૉક્ટર પોલીસના સકંજામાં

Timeછેલ્લું અપડેટ : 16 Dec 2025
લાઇવ ટીવીGoogle News
Rajkot/ ખોડપીપર ગામમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતો બોગસ ડૉક્ટર પોલીસના સકંજામાં
સોર્સ : gstv

રાજકોટ જિલ્લામાં ગેરકાયદેસર અને જોખમી તબીબી પ્રેક્ટિસ કરતા એક બોગસ ડૉક્ટરને જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ટીમે ઝડપી પાડ્યો છે. આ બોગસ ડૉક્ટર ડિગ્રી વિના જ દર્દીઓને એલોપેથીક સારવાર અને ઇન્જેક્શન આપીને તેમના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરી રહ્યો હતો.

App Store

પડધરીના ખોડપીપર ગામે SOGની રેડ

પ્રાપ્ત માહિતી અનુસાર, જિલ્લા SOG ટીમે ચોક્કસ બાતમીના આધારે પડધરી તાલુકાના ખોડપીપર ગામે દરોડો પાડ્યો હતો. આ રેડ દરમિયાન ભૌમિકસિંહ સોલંકી નામનો બોગસ ડૉક્ટર ઝડપાયો હતો.

ડિગ્રી વિના જ આપતો હતો ઇન્જેક્શન અને દવાઓ

પકડાયેલો આરોપી ભૌમિકસિંહ સોલંકી કોઈપણ પ્રકારની માન્ય તબીબી ડિગ્રી વિના જ પોતાની પ્રેક્ટિસ ચલાવતો હતો. તે ગામના લોકોને ઇન્જેક્શન આપતો હતો. દર્દીઓને તપાસીને તે એલોપેથીક દવાઓ પણ આપતો હતો. 

પોલીસે આરોપી બોગસ ડૉક્ટર પાસેથી સ્થળ પરથી મોટી માત્રામાં દવાઓ, ઇન્જેક્શનો અને અન્ય તબીબી સામાન જપ્ત કર્યો છે.