Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Accused in Rajkot double murder case arrested after 12 years

હાથ રિક્ષા, ફ્રૂટની લારી ચલાવી પોલીસે દોઢ દિવસ રેકી કરી, રાજકોટ ડબલ મર્ડર કેસનો આરોપી 12 વર્ષ પછી ઝડપાયો

Timeછેલ્લું અપડેટ : 21 Dec 2024
લાઇવ ટીવીGoogle News
હાથ રિક્ષા, ફ્રૂટની લારી ચલાવી પોલીસે દોઢ દિવસ રેકી કરી, રાજકોટ ડબલ મર્ડર કેસનો આરોપી 12 વર્ષ પછી ઝડપાયો

રાજકોટ પોલીસે ડબલ મર્ડર કેસમાં 12 વર્ષ પછી ફરાર આરોપીને વેશ પલટો કરીને ઝડપી પાડ્યો છે. આરોપીએ પત્ની અને કાકીની હત્યા કરી હતી. ક્રાઇમ બ્રાન્ચે ગાઝિયાબાદથી આરોપીને ઝડપી પાડ્યો છે. 

App Store

ક્રાઇમ બ્રાન્ચે દોઢ દિવસ આરોપીની રેકી કરીને ઝડપ્યો

ક્રાઇમ બ્રાન્ચે વેશ પલટો કરી રાજકોટમાં ડબલ મર્ડર કેસના આરોપીને NCRના ગાઝિયાબાદથી ઝડપી પાડ્યો હતો. આરોપી ત્યાં ચાની કેબિન પુત્ર અને પિતા સાથે ચલાવતો હતો. આરોપી પવન ઉર્ફ પ્રવીમ રામશંકર શર્માએ કોઠારીયાના હુડકો ક્વાર્ટરમાં પત્ની અને કાકીની હત્યા કરી હતી.

આ પણ વાંચો: અમદાવાદ : રખિયાલ તલવાર હુમલા કેસમાં ક્રાઈમબ્રાન્ચે ફરાર બે આરોપીઓની કરી ધરપકડ

ક્રાઇમ બ્રાન્ચે દોઢ દિવસ સુધી ફ્રૂટની લારી, હાથ રિક્ષા અને કપડાની લારી ચલાવી આરોપીની રેકી કરી હતી. તે બાદ આરોપીને ઝડપીને ભક્તિનગર પોલીસના હવાલે કર્યો હતો.