VIDEO: અમદાવાદ-રાજકોટ હાઇવે પર જયપુર જેવો અકસ્માત, 4 વાહનો વચ્ચે અથડાતા જોરદાર બ્લાસ્ટ; 2 લોકોનાં મોત
અમદાવાદ-રાજકોટ હાઈવે પર વધુ એક અકસ્માતની ઘટના બની છે. ભમાસરા ગામ નજીક થયેલા એક સાથે ચાર વાહનોનો અથડાયા હતા. જેના કારણે
અમદાવાદ-રાજકોટ હાઈવે પર વધુ એક અકસ્માતની ઘટના બની છે. ભમાસરા ગામ નજીક થયેલા એક સાથે ચાર વાહનોનો અથડાયા હતા. જેના કારણે વાહનોમાં ભીષણ આગ લાગી હતી. આ દુર્ઘટનામાં બે લોકોના મૃત્યુ નિપજ્યા હતા અને ત્રણ ઈજાગ્રસ્ત થયા હતા. આ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને પી.એમ અર્થે ખસેડીને વધુ તપાસ હાથ ધરી હતી.
આઈસરની અન્ય વાહનો સાથે થઈ ટક્કર
મળતી માહિતી અનુસાર, અમદાવાદ-રાજકોટ હાઈવે પર ભમાસરા ગામ નજીક રાજકોટથી અમદાવાદ આવતા આઈસર ચાલકે કાબૂ ગુમાવ્યો હતો. તે ડિવાઈડર કૂદી અન્ય વાહનો સાથે અથડાઈ હતી. આઈસર સીએનજી હોવાથી તેમાં આગ લાગી હતા. જ્યારે અન્ય ત્રણ વાહનો પણ આગની ઝપેટમાં આવી ગયા હતા. જેમાં બે લોકોના મૃત્યુ નિપજ્યા હતા અને ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
આ પણ વાંચો: અમદાવાદ: 'કેસ દાખલ ન કરવો હોય તો લાવો 27 લાખ', વેપારીને ડરાવીને GST અધિકારીએ પડાવ્યા રોકડા
ત્રણ વાહનો પણ આગની ઝપેટમાં આવી ગયા
આ અકસ્માતની જાણ થતા પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. ઇજાગ્રસ્તોને 108 મારફતે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા.
આઈસરમાં સવાર બન્ને જીવતા ભડથું
આ અકસ્માત સર્જાતા હાઇવે પર થોડીવાર માટે ટ્રાફિક જામ થયો હતો. આ દુર્ઘટના મોડી રાત્રે બની હતી. કાપડ રોલ ભરેલા આઈસરમાં સવાર બન્ને આગમાં જીવતા ભડથું થયા હતા. ત્રણ લોકોની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે. મળતા અહેવાલ પ્રમાણે આ અકસ્માતમાં અકસ્માતનો ભોગ બનેલી ટ્રક ચોટીલાના રણછોડભાઈ રબારીની કંપનીની હતી.
જૂનો ડ્રાઇવર રજા પર હોવાથી કમલ નામના ડ્રાઇવરને ટ્રક લઇને મોકલ્યો
જૂનો ડ્રાઇવર રજા પર હોવાથી કમલ નામના ડ્રાઇવરને ટ્રક લઇને મોકલ્યો હતો. એ સમયે અકસ્માતનો બનાવ બન્યો હતો. પોલીસે મૃતદેહોને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે








