મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રાજકોટમાં દિવાળીની રાત લોહિયાળ બની, ફટાકડા ફોડવાની બાબતે બે જૂથો વચ્ચે થઈ મારામરી, એકનું મોત બે ઘાયલ

રાજકોટમાં દિવાળીની રાત લોહિયાળ બની છે. મળતા અહેવાલ પ્રમાણે રાજકોટ શહેરના સર્વેશ્વર ચો

રાજકોટમાં દિવાળીની રાત લોહિયાળ બની, ફટાકડા ફોડવાની બાબતે બે જૂથો વચ્ચે થઈ મારામરી, એકનું મોત બે ઘાયલ

રાજકોટમાં દિવાળીની રાત લોહિયાળ બની છે. મળતા અહેવાલ પ્રમાણે રાજકોટ શહેરના સર્વેશ્વર ચોકમાં ફટાકડા ફોડવા બાબતનું ઉગ્ર સ્વરૂપ સામે આવ્યું હતું. આ મામલે બે જૂથ વચ્ચે  મારા-મારીની ઘટના સર્જાઈ હતી. આ ઘટનામાં એક યુવાનનું મોત નિપજ્યું અને બે યુવાનોને ગંભીર ઈજા પહોંચી હતી.

ત્રણ યુવાને એ હદે માર માર્યો કે એકનું મોત નિપજ્યું 

મળતા અહેવાલ પ્રમાણે ફટાકડા ફોડવા મામલે સામ સામે બોલા ચાલી થઈ હતી. આ બાબતે થોડાક સમય માટે મામલો સમાધાન થઈને મામલો થાળે પડ્યો હતો. તો બીજી તરફ અદાવત રાખીને એક ગ્રુપના શખ્સોએ ત્રણ યુવાને એ હદે માર માર્યો કે એકનું મોત નિપજ્યું અને અન્ય યુવકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

આ પણ વાંચો: સાયલાના મોટા સખપરથી 4 દિવસ પહેલા અપહરણ કરાયેલ બાળકી રાજકોટથી મળી આવી, અપહરણકાર બગોદરાથી ઝડપાયો

એ ડિવિઝન પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરી 

આ મામલે અમનદીપ ઉર્ફે બલી નામના યુવાન દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. ઈજાગ્રસ્ત યુવાનોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. રાજકોટ એ ડિવિઝન પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરી હતી. 

આ સમાચાર શેર કરો