રાજકોટ: નવા ગામમાં એસિડ હુમલામાં ઈજાગ્રસ્ત મહિલાનું દોઢ મહિના પછી મોત, પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો
ગુજરાતના રાજકોટના નવાગામમાં બે મહિના પહેલા એસિડ એટેકની ઘટના સામે આવી હ

ગુજરાતના રાજકોટના નવાગામમાં બે મહિના પહેલા એસિડ એટેકની ઘટના સામે આવી હતી. મહિલાવે ગંભીર રીતે દાઝી ગઈ હતી. મહિલા છેલ્લા દોઢ મહિનાથી સારવાર હેઠળ હતી. મળતા અહેવાલ પ્રમાણે રાજકોટના નવાગામમાં એસિડ અટેકનો ભોગ બનેલી મહિલાનું મૃત્યુ થયું છે.
એસિડ અટેકમાં ઘાયલ મહિલાનું સારવાર બાદ મોત
22 જાન્યુઆરીએ નવાગામ સોખડામાં એસિડ અટેકનો બનાવ બન્યો હતો. પિતરાઈ બહેનના મંગેતર પ્રકાશ સરવૈયા નામના શખ્સે મહિલા પર એસિડ એટેક કર્યો હતો.પ્રકાશ સરવૈયાના એસિડ અટેકમાં વર્ષાબેન ગોરિયા નામની મહિલા ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
પોલીસે હત્યા સહિતની કલમો ઉમેરી
સારવાર દરમિયાન મહિલા જિંદગી સામેની જંગ હારી જતા મૃત્યુ થયુ હતુ..હુમલાની ઘટનાની જાણ થતા જ કુકડવા પોલીસે પ્રકાશ સરવૈયા સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. મહિલાના મૃત્યુ બાદ પોલીસે હત્યા સહિતની કલમો ઉમેરી કાર્યવાહી શરૂ કરી.






