મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રાજકોટ: હડમતીયાના તળાવમાં બે યુવાનો ન્હાવા પડતાં ડૂબ્યા, એકને સ્થાનિકોએ બચાવ્યો બીજાનો મળ્યો મૃતદેહ

રાજ્યના રાજકોટના કુવાડવામાંથી દુ:ખદ અહેવાલ સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ રાજકોટના કુવાડવા હ

રાજકોટ: હડમતીયાના તળાવમાં બે યુવાનો ન્હાવા પડતાં ડૂબ્યા, એકને સ્થાનિકોએ બચાવ્યો બીજાનો મળ્યો મૃતદેહ

રાજ્યના રાજકોટના કુવાડવામાંથી દુ:ખદ અહેવાલ સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ  રાજકોટના કુવાડવા હડમતીયા ગામ નજીક આવેલા તળાવમાં ડુબી જવાને કારણે 19 વર્ષીય યુવાનનું મોત થયું હતું. રાજકોટના  જંગલેશ્વર વિસ્તારમાં રહેતો 19 વર્ષીય શાહબાઝ કારેટ તેના મિત્રો સાથે ઉર્ષ મુબારક કાર્યક્રમમાં ગયો હતો. હડમતીયા નજીક આવેલ વિડીવાળા પીરની દરગાહની પાછળ તળાવમાં ન્હાવા જતા યુવક પાણીમાં ગરકાવ થયો હતો. 

બે યુવાનો ડૂબ્યા જેમાં એકનું મોત

આ યુવાન સહિત અન્ય એક યુવાન પણ તળાવમાં ડૂબ્યો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિકો અને ફાયરની ટીમ દોડી આવી હતી. જેમાં એક યુવાનને ભારે જહેમત પછી સ્થાનિકોએ બચાવી લીધો હતો. જોકે અન્ય યુવાનનો મૃતદેહન ફાયરની ટીમને મળ્યો હતો.

પોલીસે મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટ અર્થે ખસેડ્યો

ફાયર વિભાગની મદદથી યુવાનના મૃતદેહને સ્થાનિકોએ બહાર કાઢ્યો હતો. દુર્ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચી હતી. પોલીસે યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. પોલીસે અકસ્માતે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ સમાચાર શેર કરો