મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રાજકોટ: હવાલાકાંડના આક્ષેપ મામલે બે પોલીસ કોન્સ્ટેબલ સસ્પેન્ડ, જાણો શું છે સમગ્ર બાબત

રાજકોટમાં શહેરમાં પોલીસના હવાલાકાંડ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. રાજકોટ શહેર

રાજકોટ: હવાલાકાંડના આક્ષેપ મામલે બે પોલીસ કોન્સ્ટેબલ સસ્પેન્ડ, જાણો શું છે સમગ્ર બાબત

રાજકોટમાં શહેરમાં પોલીસના હવાલાકાંડ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. રાજકોટ શહેર પોલીસ કમિશ્નરે એ ડીવિઝન પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ દ્વારા હવાલાકાંડના આક્ષેપ બાદ બે કોન્સ્ટેબલને સસ્પેન્ડ કર્યાં છે. પોલીસ કોન્સ્ટેબલ કિશન આહિર અને ભગીરથસિંહ ઝાલાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

રાજકોટ પોલીસમાં સોની કારીગરે અરજી દાખલ કરી

રાજકોટ પોલીસમાં સોની કારીગરે અરજી દાખલ કરી હતી. આ અરજીમાં બન્ને કોન્સ્ટેબલો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. અરજીમાં ગંભીર આરોપ લગાવવામાં આવ્યો હતો કે આ બન્ને પોલીસકર્મીએ માર મારી 30 લાખનું સોનું પડાવ્યું છે.

આ પણ વાંચો: ‘30 લાખનું સોનું પડાવ્યું, આઘાતમાં પિતાએ કરી આત્મહત્યા’, પોલીસના હવાલા કાંડથી ફરી રાજકોટ ધણધણ્યું

શું છે સમગ્ર મામલો?

રાજકોટ શહેરના એક સોનાના વેપારીએ પોલીસનો વ્યવસ્થિત ઉપયોગ કરી એક મોટા તોડકાંડને અંજામ આપ્યાના આક્ષેપ છે. જેમાં આક્ષેપિત પોલીસકર્મીઓએ સોનાનું કામ કરતા પિતા-પુત્રને ઉપાડી પોલીસ સ્ટેશન લઈ ગયા અને સોનું પડાવી લીધું હતું. ફરિયાદી કારીગરનો આક્ષેપ છે કે તેને પોલીસ સ્ટેશનમાં ગોંધી રાખી માર માર્યો હતો.

વેપારી અને મીલીભગત કરનાર પોલીસકર્મીઓના દબાણના કારણે તથા પુત્ર હિરેન આડેસરા પર ખોટા આક્ષેપ સહન ન થતા 14-10-2024ના રોજ પિતા અશ્વિન આડેસરા સુરેન્દ્રનગરના લીંબડીમાં ઝેરી દવા પીને આપઘાત ખાતે કર્યો હતો. મૃતક અશ્વિન આડેસરાએ આપઘાત કરતા પૂર્વે સ્યુસાઈડ નોટ લખી હતી. રાજકોટ શહેર એ ડિવિઝન પોલીસમાં ફરજ બજાવતા કિશન આહીર અને ભગીરથસિંહ ઝાલા નામના પોલીસકર્મીઓ વિરુદ્ધ આક્ષેપ કર્યા હતા. મામલતદાર પાસે જામીન લેવડાવ્યા બાદ પણ મૃતકના પુત્ર હિરેન આડેસરાને લોકઅપમાં બંધ કરી ટોર્ચર કરવામાં આવ્યું હતું. બળજબરીપૂર્વક ચોરી બાબતનું લખાણ કરાવવામાં આવ્યો હોવાનો પણ આક્ષેપ કરાયો છે. લીંબડી પોલીસ સ્ટેશન ખાતે 4 વેપારીઓ વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. તમામ આરોપીઓ હજુ પોલીસ પકડથી દૂર છે.

આ સમાચાર શેર કરો