રાજકોટ: પોપ્યુલર સ્કૂલમાં પરીક્ષામાં વિદ્યાર્થીઓ કરે છે ચોરી!, વાલીઓના આરોપ સામે શાળાએ કર્યો લૂલો બચાવ
રાજકોટના ત્રંબામાં આવેલી પોપ્યુલર સ્કૂલમાં ચોરી થતી હોવાની કેટલાક વાલીઓ દ્વારા ફરિયાદ કરવામાં આવી છે.પોપ્

રાજકોટના ત્રંબામાં આવેલી પોપ્યુલર સ્કૂલમાં ચોરી થતી હોવાની કેટલાક વાલીઓ દ્વારા ફરિયાદ કરવામાં આવી છે.પોપ્યુલર સ્કૂલમાં ધોરણ 12ની પરીક્ષામાં વોશરૂમના બહાને કેટલાક વિદ્યાર્થીઓ ચોરી કરતા હોવાથી ઈમેલ દ્વારા ફરિયાદ કરવામાં આવી છે. વાલીઓએ બોર્ડના સચિવને ઈમેલ મોકલીને સ્કૂલમાં ચાલતી ચોરીની ઘટના અંગે ધ્યાન દોર્યુ છે.
સ્કૂલ મેનેજમેન્ટ પર પણ ગંભીર આરોપ લગાવવામાં આવ્યા
સ્કૂલ મેનેજમેન્ટ પર પણ ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે.વાલીઓ દ્વારા બોર્ડને લખવામાં આવેલી ફરિયાદમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે મેનેજમેન્ટના સાહેબ દ્વારા ઈશારો કરવામાં આવ્યા બાદ કેટલાક વિદ્યાર્થીઓ વોશરૂમના બહાને જઈને માઈક્રો કોપી દ્વારા ચોરી કરી રહ્યા છે.
બોર્ડ દ્વારા CCTVની તપાસ કરવામાં આવે
બોર્ડ દ્વારા CCTVની તપાસ કરવામાં આવે.વાલીઓની ફરિયાદ બાદ બાદ રાજકોટ જિલ્લા શિક્ષણઅધિકારીએ તપાસના આદેશ આપ્યો છે... CCTV સહિતની તપાસમાં જો સ્કૂલમાં કોઈ ગેરરીતિ થતી હશે તો સ્કૂલ પર પ્રતિબંધ મુકવામાં આવશે.
ખેડલધામના પૂર્વ ટ્રસ્ટ અને હાલ સરદાર ધામના સૌરાષ્ટ ઝોનના મહિલા પ્રમુખની આ સ્કૂલ
મળતા અહેવાલ પ્રમાણે ખેડલધામના પૂર્વ ટ્રસ્ટ અને હાલ સરદાર ધામના સૌરાષ્ટ ઝોનના મહિલા પ્રમુખની આ સ્કૂલ છે. શર્મિલા બેન બાંભણિયાની આ સ્કૂલ છે. શાળાએ લેખિતમાં ખુલાસો કરીને લૂલો બચાવ કર્યો છે, તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે શાળાની પ્રતિષ્ઠાને ખરડાવવા માટે ખોટા ઈરાદા પૂર્વક આવું કૃત્ય કર્યું છે. શાળા વતી કહેવામાં આવ્યું છે કે અમારી શાળાનું કેન્દ્ર અમે બીજે આપવા તેયાર છીએ.






