મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

‘રૂપાલા વિવાદ મામલે ક્ષત્રિય સમાજ અને ભાજપ સુખદ સમાધાન લાવે’- રાજકોટના રાજવી માંધાતાસિંહ જાડેજા

લોકસભા ચૂંટણીમાં રાજકોટના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ અંગે ટિપ્પણી મ

‘રૂપાલા વિવાદ મામલે ક્ષત્રિય સમાજ અને ભાજપ સુખદ સમાધાન લાવે’- રાજકોટના રાજવી માંધાતાસિંહ જાડેજા

લોકસભા ચૂંટણીમાં રાજકોટના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ અંગે ટિપ્પણી મામલે રાજકોટના રાજવી માંધાતાસિંહજી જાડેજાએ પત્રકાર પરિષદ યોજી હતી.આ દરમિયાન રાજકોટના રાજવીએ કહ્યું કે રૂપાલાનું નિવેદન સાંભળીને મને આઘાત લાગ્યો. ભારતના બંધારણે આપણને બોલવાની છૂટ આપી છે તેનો મતલબ એવો નથી કે મનફાવે તેવો શબ્દ પ્રયોગ કરીએ. રૂપાલાએ અનેક વખત આ અંગે માફી પણ માંગી છે. જાહેર હિતમાં હું ક્ષત્રિય સમાજ અને ભાજપને સુખમય સમાધાન આવે તે બાબતે વિનંતી કરૂ છું.

રૂપાલાએ માંગી માફી

રાજકોટના રાજવી માંધાતાસિંહજી જાડેજાએ કહ્યું, “ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, કેસરીદેવ સિંહ ઝાલા સહિતનાઓએ પણ આ અંગે વાત કરી હતી, શેમડા ખાતે પરશોત્તમ રૂપાલાએ માફી પણ માંગી હતી. ક્ષત્રિય સમાજના ક્ષદ્ધેય લાલબાપુના ચરણોમાં પણ રૂપાલાએ માથું ઝુકાવ્યું હતું, રેલી સ્વરૂપે, આવેદન આપી ક્ષત્રિય સમાજ પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યાં છે. ક્ષત્રિય સમાજની બહેનોએ જાહેરમાં વિરોધ કરવો પડે તે બાબતનું રંજ છે. જાહેર હિતમાં હું ક્ષત્રિય સમાજ અને ભાજપને સુખમય સમાધાન આવે તે બાબતે વિનંતી કરૂ છું. બન્ને પક્ષો વચ્ચે વાટાઘાટો ચાલવી જોઇએ. ક્ષત્રિય સમાજ કહેશે તો સમાજ અને સરકાર વચ્ચેનો માધ્યમ બનીશ.”

એકતાનગર ખાતે બની રહ્યું છે મ્યુઝિયમ

વધુમાં રાજકોટના રાજવીએ કહ્યું કે, “ગુજરાત સરકાર દ્વારા મ્યુઝિમ બનાવવામાં આવી રહ્યું છે, મ્યુઝિયમ ઓફ રોયલ કિંગડમ ઓફ ઇન્ડિયા બની રહ્યું છે. એકતા નગર ખાતે જમીનની ફાળવણી પણ સરકાર દ્વારા કરવામાં આવી રહી છે, 10 હજાર સ્કવેયર મીટરમાં મ્યુઝિયમ બની રહ્યું છે. 263 કરોડના ખર્ચે મ્યુઝિયમ બનશે, 2026માં આ મ્યુઝિયમ બનીને તૈયાર થઇ જશે. રાજાઓ અને સરદાર વલ્લભભાઇ પટેલ સાથે ક્યા પ્રકારનો પત્ર વ્યવહાર થયો તે પણ એકત્રિત કરવામાં આવી રહ્યું છે. જે તે સમયે જે તે રાજ્ય પ્રજાને ક્યા પ્રકારની સુખ સુવિધા આપતી હતી તે અંગે પણ માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે.”

આ સમાચાર શેર કરો