મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Rajkot news: સૌરાષ્ટ્ર યુનિ.નું BCA સેમ.5 નું પેપર રદ થતાં થયો વિવાદ, પ્રોફેસરની બેદરકારીનો ભોગ 2200 વિદ્યાર્થીઓ બન્યા ભોગ

ગુજરાતની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ગંભીર બેદરકારી સામે આવી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિ

Rajkot news: સૌરાષ્ટ્ર યુનિ.નું BCA સેમ.5 નું પેપર રદ થતાં થયો વિવાદ,  પ્રોફેસરની બેદરકારીનો ભોગ 2200 વિદ્યાર્થીઓ બન્યા ભોગ

ગુજરાતની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ગંભીર બેદરકારી સામે આવી છે.   સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશોની ગંભીર બેદરકારીને કારણે ૨૨૦૦ વિદ્યાર્થીઓએ ફરીથી પરીક્ષા આપવી પડશે. યુનિવર્સિટીએ ૧૨ નવેમ્બરે લેવાયેલું BCA સેમેસ્ટર-૫નું પ્રોગ્રામિંગ ઇન પાયથન*નું પેપર સત્તાવાર રીતે રદ જાહેર કર્યું છે

ABVP દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો

તપાસમાં સામે આવ્યું છે કે જામનગરની એચ.જે. દોશી કોલેજના પ્રિન્સિપાલે ઇન્ટર્નલ પરીક્ષા માટે કાઢેલું પેપર જ બેઠેબેઠું યુનિવર્સિટીની મુખ્ય પરીક્ષામાં પૂછી લેવામાં આવ્યું હતું. આ મામલે ABVP દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો.

ઇન્ચાર્જ પરીક્ષા નિયામક ડૉક્ટર મનીષ શાહે પરિપત્ર જાહેર કરી જણાવ્યું છે,  કે હવે આ રદ થયેલું પેપર આગામી ૨૨ નવેમ્બરના રોજ ફરીથી લેવામાં આવશે. એક અધ્યાપકની ભૂલને કારણે હજારો વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે.

આ સમાચાર શેર કરો