મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રાજકોટ આગની ઘટના અંગે રાષ્ટ્રપતિ અને PM મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું, સરકારે સહાયની કરી જાહેરાત

રાજકોટના કાલાવડ રોડ પર આવેલા TRP ગેમઝોનમાં શનિવારે ભીષણ આગ લાગી હતી. આ આગમાં અત્યાર સ

રાજકોટ આગની ઘટના અંગે રાષ્ટ્રપતિ અને PM મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું, સરકારે સહાયની કરી જાહેરાત

રાજકોટના કાલાવડ રોડ પર આવેલા TRP ગેમઝોનમાં શનિવારે  ભીષણ આગ લાગી હતી. આ આગમાં અત્યાર સુધીમાં 24 લોકોના જીવનદીપ બુઝાઈ ગયા છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે રાજ્યસરકારે ગેમઝોનમાં લાગેલી આગને લઈને સહાયની જાહેરાત કરી છે. જેમાં મૃતકના પરિવારજને ચાર લાખ અને ઈજાગ્રસ્તને 50 હજાર આપવાની જાહેરાત કરી છે.

મૃતકોના પરિવારને 4 લાખની સહાય

આ ઘટનાને પગલે ગુજરાત સરકારે મૃતકોને 4 લાખ તેમજ ઈજાગ્રસ્તોને 50 હજારની સહાય જાહેર કરી છે. તેમજ આ બનાવની તપાસ માટે SITની રચના કરી છે. બીજી તરફ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડાપ્રધાન મોદીએ પણ રાજકોટમાં લાગેલી આગને લઈ ટ્વીટ કરી દુ:ખ  વ્યક્ત કર્યું છે. 


મૃતદેહોના ડીએનએ ટેસ્ટ કરીને ઓળખ કરાશે 

આ ભીષણ આગમાં મૃતદેહો ઓળખાય નહીં એ હદે સળગી ગયા હતા. આ અંગે પોલીસ કમિશનરે કહ્યું હતું કે, ઘણાં મૃતદેહો બળી ગયેલા છે. હાલ કેટલાક મૃતદેહની ઓળખ પણ થઈ શકી નથી, પરંતુ અમે ડીએનએ ટેસ્ટ કરી મૃતદેહો ઓળખીશું. 

આ મામલે જે કોઈ પણ જવાબદાર હશે, તેને છોડવામાં નહીં આવે: મુકેશ દોશી

આ બનાવની જાણ થતાં શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તેમણે જાનહાનિની આશંકા વ્યક્ત કરતાં તમામ લોકો સલામત બહાર આવે તેવી પ્રાર્થના કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, 'અત્યારે પ્રાથમિક્તા આગ બૂઝાવવાની છે. આ મામલે જે કોઈ પણ જવાબદાર હશે, તેને છોડવામાં નહીંં આવે.'

આ સમાચાર શેર કરો