મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રાજકોટ / ચાર વર્ષથી ફાયર NOC કે મંજૂરી વગર ચાલતું હતું ગેમઝોન, સરકારી તંત્રની ભયાનક લાપરવાહી

બિલ્ડિંગ પ્લાન મંજૂર ન કરાવવો પડે તે માટે તોતિંગ ટેમ્પરરી સ્ટ્રક્ચર ઉભુ કર્યુ

રાજકોટ / ચાર વર્ષથી ફાયર NOC કે મંજૂરી વગર ચાલતું હતું  ગેમઝોન, સરકારી તંત્રની ભયાનક લાપરવાહી

બિલ્ડિંગ પ્લાન મંજૂર ન કરાવવો પડે તે માટે તોતિંગ ટેમ્પરરી સ્ટ્રક્ચર ઉભુ કર્યું, અધિકારીઓ આંખ મીચીને બધું ચલાવતા રહ્યા

ગુજરાતના ઈતિહાસની અતિ ભયાનક દુર્ઘટના રાજકોટમાં ઘટવા માટે સરકારી તંત્રની ઘોર જીવલેણ લાપરવાહી ઉડીને આંખે વળગી છે. અસંખ્ય લોકોના અત્યંત દર્દનાક,કમકમાટી ઉપજે તેવા મોત માટે તંત્રના આંખ મિચામણા જવાબદાર હોવાનું ખુલ્યું છે. આશરે ૨૦૦૦ ચો.મી.થી વધુ જગ્યામાં આ ગેઈમ ઝોન ચાર વર્ષથી ધમધમતો હતો છતાં આજ સુધી આ સ્થળ માટે ફાયર એન.ઓ.સી. લેવાયું નથી અને સેફ્ટીના ધારાધોરણોનું પાલન ન્હોતું છતાં મહાપાલિકા, કલેક્ટર, પોલીસ સહિતના તંત્રોએ તેને ચાલવા દીધું છે.

બે માળનો મોટો ડોમ, એક જ સ્થળે બહાર નીકળવાનો 

આજે સ્થળ પર તપાસ કરતા ચોંકાવનારી વાત એ બહાર આવી છે કે ફાયર સેફ્ટીના કેટલાક સાધનો પેટીપેક સીલબંધ હાલતમાં મળી આવ્યા હતા. બે માળનો વિશાળ ડોમમાં કોઈ હવા ઉજાસ ન્હોતો, બહાર નીકળવાના માર્ગો કે દ્વાર ન્હોતા. ડોમમાં વ્યાપક પ્રમાણમાં જ્વલનશીલ પદાર્થો હતા, આખુ તોતિંગ સ્ટ્રક્ચર ટેમ્પરરી ખડકાયું હતું છતાં પૈસા  લાલચુઓએ એક જ સ્થળે એન્ટ્રી અને એક્ઝીટ રાખી હતી અને પ્રાપ્ત વિગત અનુસાર એન્ટ્રી પાસે જ એ.સી. માં સ્પાર્ક કે અન્ય કારણથી આગ લાગી અને આગ પલકવારમાં તો આખા ડોમને લપેટમાં લઈ લીધો હતો અને તે કારણે લોકો સળગીને ભડથું થઈ ગયા હતા.

નફો કમાવવા  ટેમ્પરરી સ્ટ્રક્ચર ઉભું કર્યું 

શહેરમાં આવા કામચલાઉ સ્ટ્રક્ચર અનેક સ્થળે ખડકાઈ ગયા છે જે અંગે મનપા સૂત્રોએ જણાવ્યું કે જી.ડી.સી.આર. નિયમ મૂજબ કોઈ સીમેન્ટ કોંક્રિટનું બાંધકામ હોય તો તેનો પ્લાન મંજુર કરાવીને કમ્પલીશન લેવાનું હોય છે પરંતુ, ટેમ્પરરી સ્ટ્રક્ચર માટે આવી જોગવાઈ નથી. આ છટકબારીનો ગેઈમઝોન, હોટલો વગેરે માટે ભરપૂર દુરુપયોગ સરકારી તંત્રએ રાજકોટમાં થવા દીધો છે.

આ સમાચાર શેર કરો