RAJKOT : શિક્ષણ વિભાગના અધિકારીઓ ઊંઘતા રહ્યાં અને દુકાનમાં શરૂ થઈ ગઈ નકલી પ્રિ-પ્રાયમરી સ્કૂલ
Rajkot News Fake school caught in Maliyasan Pipliya village | Rajkot News : રાજ્યમાં નકલી અધિકારીઓ, નકલી સરકારી કચેરી, નકલી ટોલનાકા બાદ હવે નકલી સ્કૂલ પકડાઈ

Rajkot News : રાજ્યમાં નકલી અધિકારીઓ, નકલી સરકારી કચેરી, નકલી ટોલનાકા બાદ હવે નકલી સ્કૂલ પકડાઈ છે. રાજકોટના કુવાડવા તાલુકાના માલિયાસણ પીપળીયા ગામમાં નકલી પ્રિ-પ્રાયમરી સ્કૂલ પકડાઈ છે. ચોંકાવનારી વાત એ છે કે આ નકલી સ્કૂલ દુકાનમાં ચાલતી હતી. શિક્ષણ વિભાગના અધિકારીઓ ઊંઘતા રહ્યાં અને આવી રીતે દુકાનમાં નકલી સ્કૂલ કાર્યરત થઇ જતા મોટા સવાલો ઉભા થયા છે.
માલિયાસણ પીપળીયા ગામમાં કોઈ પણ જાતની માન્યતા વગર ગૌરી પ્રિ-પ્રાયમરી સ્કૂલના નામે દુકાનમાં વર્ગખંડ બનાવીને બાળકોને ભણાવવામાં આવી રહ્યા હતા.
જો કે આ ઘટનાની જાણ થતા શિક્ષણ વિભાગના અધિકારીઓ પોતાનું નાક બચાવવા ઊંઘમાંથી ઉભા થઇને દોડી આવ્યાં હતા અને આ નકલી સ્કૂલને સીલ કરી દીધી છે.
તો આ નકલી સ્કૂલના શાળા સંચાલક પણ સામે આવ્યા છે. નકલી પ્રિ-પ્રાયમરી સ્કૂલના સંચાલક આર.સી.ધડુકે કહ્યું કે શાળા અને અમે ટ્યુશન ક્લાસ ચલાવી રહ્યા હતા. જો કે નકલી સ્કૂલના પરિણામ વિષે તેમણે કોઈ જવાબ આપ્યો નથી.
આ નકલી સ્કૂલને શિક્ષણ વિભાગે સીલ કરી દીધી છે અને આ મામલે પોલીસને પણ જાણ કરવામાં આવી છે. પણ સૌથી મોટો સવાલ એ છે કે આ શાળામાં પ્રવેશ લીધેલા વિદ્યાર્થીઓના ભવિષ્યનું શું થશે?








