મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Rajkot news: સોની બજારમાંથી કરોડોનું સોનું ચોરી થયાનો મામલો, પોલીસે મુખ્ય આરોપી સહિત 4ની કરી ધરપકડ

રાજકોટની સોની બજારમાંથી એક કરોડથી વધુ કિંમતનું સોનું ચોરી કરવાના મામલે પોલીસે મુખ્ય આરોપી સહ

Rajkot news: સોની બજારમાંથી કરોડોનું સોનું ચોરી થયાનો મામલો, પોલીસે મુખ્ય આરોપી સહિત 4ની કરી ધરપકડ

રાજકોટની સોની બજારમાંથી એક કરોડથી વધુ કિંમતનું સોનું ચોરી કરવાના મામલે પોલીસે મુખ્ય આરોપી સહિત ચાર આરોપીઓની ધરપકડ કરી છે. એ ડિવિઝન અને ક્રાઇમ બ્રાન્ચની સંયુક્ત ટીમે આરોપીઓ પાસેથી 85 લાખ રૂપિયાનું સોનું કબજે કર્યું. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે જીન્નોત શેખે આ ચોરીનું કાવતરું રચ્યું હતું. તેણે મેઘાલયના ચેરાપુંજીથી ધરપકડ કરવામાં આવી, જ્યાંથી તે સોનું વેચવાનો પ્રયાસ કરતો હતો. તેની કબૂલાત પરથી પશ્ચિમ બંગાળથી સહાયક સહજન મંડલ અને જાફર શેખ, તથા રાજકોટમાંથી પીન્ટુ શેખને પણ પકડવામાં આવ્યા.

પેઢીમાં 1 કરોડના સોનું ચોરી કરીને શખ્સ ફરાર થયો

બંગાળી કારીગર ૧૩૪૯.૩૩૦ ગ્રામ સોનું લઇને ફરાર થયો હતો. પેઢીના માલિકે એ ડિવીઝન પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે, પોલીસે તપાસ હાથ ધરી હતી હતી. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ સોની બજારમાંથી કારીગર સોનું લઈને ફરાર થયો હતો.

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તપાસ શરૂ 

સોની વેપારી તરુણભાઈ પાટડીયા પાસે શફીકુલ શેખ નામનો બંગાળી કારીગર છેલ્લા ઘણા સમયથી કામે હતો. તેણે કામકાજ માટે 18 કેરેટનું કુલ1,349.330 ગ્રામ સોનું પેઢીમાંથી લીધું હતું. જોકે, તે પછી કારીગર લાપતા થઈ ગયો.સોનાની અંદાજિત કિંમત આશરે એક કરોડ એક લાખ રૂપિયા હોવાનું જાણવા મળ્યું છે.વેપારીએ  એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં જે તે સમયે ફરિયાદ હતી. સમગ્ર મામલે પોલીસે સઘન તપાસ આદરી હતી,.

આ સમાચાર શેર કરો