Rajkot news: અમરાપુર ગામની સીમમાં ગાંજાનો જથ્થો ઝડપાયો, જાણો શું છે સમગ્ર મામલો
અમરાપુર ગામની સીમમાં આવેલી વાડીમાં પોલીસે મોટા પ્રમાણમાં ગાંજાનો જથ્થો

અમરાપુર ગામની સીમમાં આવેલી વાડીમાં પોલીસે મોટા પ્રમાણમાં ગાંજાનો જથ્થો ઝડપ્યો છે. મળતા અહેવાલ પ્રમાણે વિંછીયા પોલીસે અમરાપુર ગામની સીમમાં આવેલ વાડીમાં દરોડો પાડ્યો હતો.
લીલા ગાંજાના છોડ નંગ ૧૩ ઝડપી રૂ.૫.૨૭ લાખનો મુદામાલ કબજે કર્યો
મળતા અહેવાલ પ્રમાણે ખેડૂતે વાવેતર કરેલા લીલા ગાંજાના છોડ નંગ ૧૩ ઝડપી રૂ.૫.૨૭ લાખનો મુદામાલ કબજે કર્યો છે.અમરાપુર ગામની સીમમાં આવેલ શામજીભાઈ સવાભાઈ ઝાપડીયા ઉ.૬૧એ પોતાની વાડીમાં કપાસના પાક વચ્ચે વનસ્પતિજન્ય માદકપદાર્થ લીલા ગાંજાના છોડનું વાવેતર કર્યું હતું.
પોલીસે અણીયારા ગામની સીમમાં આવેલા એક ખેતરમાંથી ગાંજાનું ગેરકાયદે વાવેતર ઝડપી પાડ્યું છે.....ખેતરમાં ઘઉં અને તુવેર દાળના વાવેતરની આડમાં આ નશીલા છોડ ઉગાડવામાં આવ્યા હતા. પોલીસે અહીંથી નાના-મોટા ૬૪ ગાંજાના છોડ અને તૈયાર ૬૦.૨૯૦ કિલો ગાંજો જપ્ત કર્યો છે, જેની બજાર કિંમત આશરે રૂપિયા ૧.૧૧ કરોડ જેટલી આંકવામાં આવી છે....પોલીસે ઘટનાસ્થળેથી ખેત મજૂર હનાભાઈ ગાબુની ધરપકડ કરી છે અને વાડી માલિક નાથા સિંધવની શોધખોળ શરૂ કરી છે. યુવાનો સુધી આ જથ્થો પહોંચે તે પહેલાં પોલીસે રેડ કરીને મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે.






