મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રાજકોટ: મની પ્લસ શરાફી મંડળી લોકોના કરોડો રૂપિયા ચાંઉ કરી રફુચક્કર, લોકોને વિશ્વાસમાં લઈને કરાવ્યું રોકાણ

ગુજરાતમાં વધુએ છેતરપિંડીની ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે રાજકોટમાં લોક

રાજકોટ: મની પ્લસ શરાફી મંડળી લોકોના કરોડો રૂપિયા ચાંઉ કરી રફુચક્કર, લોકોને વિશ્વાસમાં લઈને કરાવ્યું રોકાણ

ગુજરાતમાં વધુએ છેતરપિંડીની ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે  રાજકોટમાં લોકોના રૂપિયા ચાંઉ કરીને વધુ એક સહકારી મંડળી ફરાર થઈ ગયા છે.

 શરાફી મંડળીના પ્રમુખ અલ્પેશ દોંગાએ 11 કરોડ 8 લાખથી વધુનું કૌભાંડ આચર્યું

મળતા અહેવાલ પ્રમાણે રાજકોટમાં લોકોના કરોડો રૂપિયાનું ચિટીંગ કરી ફરાર થયા હોવાની ઘટના સામે આવી છે.  રાજકોટમાં મની પ્લસ શરાફી મંડળીના પ્રમુખ દ્વારા સમગ્ર કૌભાંડ આચરવામાં આવ્યું હતું. શરાફી મંડળીના પ્રમુખ અલ્પેશ દોંગાએ 11 કરોડ 8 લાખથી વધુની રકમનું કૌભાંડ આચરવામા આવ્યું હતું.

રાજકોટ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ

સમગ્ર મામલે રાજકોટ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.ફરિયાદી રશ્મિન ચુનીલાલ પરમાર સહિતના સગા સબંધીઓ પાસે આરોપીએ સ્કીમ આપીને FD કરાવી હતી.પ્રાપ્ત માહિતી અનુસાર  FDની પાકતી મુદતે રકમ પરત ન આપતા ફરિયાદીને ફ્રોડ થયું હોવાનું જણાયું હતું.

આ સમાચાર શેર કરો