મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રાજકોટ: જેતપુરમાં ખેડૂત પર સિંહે કર્યો ઘાતકી હુમલો, આધેડનો માંડ માંડ બચ્યો જીવ

રાજકોટના જેતપુર તાલુકાના જેતલસર ગામે ખેડૂત પર સિંહે હુમલો કરવાની ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે

રાજકોટ: જેતપુરમાં ખેડૂત પર સિંહે કર્યો ઘાતકી હુમલો, આધેડનો માંડ માંડ બચ્યો જીવ

રાજકોટના જેતપુર તાલુકાના જેતલસર ગામે ખેડૂત પર સિંહે હુમલો કરવાની ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે  સિંહે ખેડૂત પર હુમલો કરતા ખેડૂત ઈજાગ્રસ્ત થયો હતો.

સિંહે ખેડૂત પર હુમલો કરતા ખેડૂત ઈજાગ્રસ્ત થયો 

જેતપુરના ગ્રામ્ય વિસ્તારોમાં વન્યપ્રાણીની અવર-જવર સતત વધી રહી છે. તેમજ વન્યપ્રાણીના હુમલાની ઘટનાઓમાં પણ વધારો થઈ રહ્યો છે. અગાઉ પણ વન્ય પ્રાણીઓના હુમલામાં સામાન્ય માણસે જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો.

લોહી લુહાણ હાલતમાં તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા

તાલુકાના જેતલસર ગામના ખેડૂત તનસુખભાઈ ઠુંમર પર સિંહના હુમલાથી લોહી લુહાણ હાલતમાં તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ વનવિભાગને કરાતા રેન્જ અધિકારી પહોંચ્યા હતા અને તપાસ હાથ ધરી હતી. સિંહ હુમલો કરી ક્યાં વિસ્તારમાં ફરી રહ્યો છે તેનું વનવિભાગ દ્વારા સ્કેનિંગ શરૂ કર્યું હતું.  સિંહ દ્વારા ખેડૂત ઉપર હુમલો કરવાની ઘટનાથી આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ છવાયો હતો.

આ સમાચાર શેર કરો