મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

મેંદરડા: ખેત મજૂરના બાળકને દિપડો ઘરમાંથી ખેંચી ગયો, માસૂમનો મૃતદેહ ઝાડીમાંથી મળ્યો

જૂનાગઢના મેંદરડા પંથકમાંથી મોટા અહેવાલ સામે આવ્યા છે. મેંદરડા પંથકમાં દિપડાએ પરપ્રાંતીય ખેત મજુરના

મેંદરડા: ખેત મજૂરના બાળકને દિપડો ઘરમાંથી ખેંચી ગયો, માસૂમનો મૃતદેહ ઝાડીમાંથી મળ્યો

જૂનાગઢના મેંદરડા પંથકમાંથી મોટા અહેવાલ સામે આવ્યા છે. મેંદરડા પંથકમાં દિપડાએપરપ્રાંતીય ખેત મજુરના પુત્રને  શિકાર બનાવ્યો હતો. ખેત મજુર પ્રકાશ ગેલા જામરનો પુત્ર ઘરમાં રમતો હતો. આ  સમયે દિપડો અચાનક ઘરમાં ધૂસી ગયો હતો.

ઘરમાં ઘૂસીને બાળકને ઉપાડી ગયો 

ઘરમાં ઘૂસીને બાળકને ઉપાડી ગયો હતો. બાળકને ઘરમાં ન જોતા પરિવારે શોધખોળ આદરી હતી, તપાસ કરતાં બાળક  ઝાડીમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. 

 બાળક  ઝાડીમાં મૃત હાલતમાં મળી આવ્યો

મૂળ મધ્યપ્રદેશનો પરિવાર ઘણા સમયથી મેંદરડામાં વસવાટ કરે છે. માસૂમને દિપડાએ  શિકાર કરતા પરિવારમાં આંક્રદનો માહોલ છવાયો છે. તો બીજી તરફ સ્થાનીકોમાં ભયનું વાતાવરણ છવાયું છે. ઘટનાની જાણ વનવિભાગને કરતા સ્થાનિક સ્ટાફ અને અધિકારી દોડી આવ્યા હતા. માનવભક્ષી બની ગયેલા દિપડાને પકડવાની કવાયત હાથ ધરી હતી.

આ સમાચાર શેર કરો