મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રાજકોટ: AIIMSના ડાયરેક્ટર સહિત 4 સામે મહિલા તબીબની સતામણીની ફરિયાદ

રાજકોટ AIIMSના ડાયરેક્ટર સહિત 4 સામે મહિલા તબીબે ઉત્પિડન અને ગુંડાગીર

રાજકોટ: AIIMSના ડાયરેક્ટર સહિત 4 સામે મહિલા તબીબની સતામણીની ફરિયાદ

રાજકોટ AIIMSના ડાયરેક્ટર સહિત 4 સામે મહિલા તબીબે ઉત્પિડન અને ગુંડાગીરીની ફરિયાદ દાખલ કરી છે. મહિલા તબીબે એઇમ્સ ડાયરેક્ટર સહિત ચાર વિરૂદ્ધ અરજી કરતા ખળભળાટ મચ્યો છે. AIIMS ના ડાયરેક્ટર ડો. સિટીએસ કટોચ સહિત 4 લોકો સામે ઈન્ટર્નલ કમિટી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

કોની સામે ફરિયાદ

AIIMS ના ડાયરેક્ટર ડો. સિટીએસ કટોચ
DEAN ડો સંજય ગુપ્તા
HOD વિભાગના અશ્વિન અગ્રવાલ
 જિલ્લા વહીવટી અધિકારી જયદેવસિંહ વાળા

 પોલીસ કમિશનરે તપાસના આદેશ આપ્યા 

સમગ્ર મામલે પોલીસ કમિશનર દ્વારા ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનને તપાસ કરવા આદેશ આપવામાં આવ્યો છે. મહિલા તબીબે 4 સામે જાતિગત ભેદભાવ, ઉત્પિડન, લિંગ આધારિત ભેદભાવ કરવાનો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે.

 મહિલા તબીબને અગાઉ પેથોલોજી વિભાગના હેડ તરીકે હટાવવામાં આવ્યા હતા

તો બીજી તરફ એઇમ્સની ઇન્ટર્નલ કમ્પ્લેન કમિટીને ૩૦ દિવસમાં રિપોર્ટ સોંપવા પોલીસે આદેશ કર્યો છે. મળતા અહેવાલ પ્રમાણે  એક વર્ષ પહેલા પણ આ મહિલા તબીબે વુમન સેલમાં ફરિયાદ કરી હતી.  મહિલા તબીબને અગાઉ પેથોલોજી વિભાગના હેડ તરીકે હટાવવામાં આવ્યા હતા.

આ સમાચાર શેર કરો