રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ: પૂર્વ TPO એમ.ડી સાગઠીયાની કરોડોની મિલકત, RMCમાં ACBના ધામા
રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ મામલે મોટી માહિતી સામે આવી છે. રાજકોટ મહાનગર

રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ મામલે મોટી માહિતી સામે આવી છે. રાજકોટ મહાનગરપાલિકામાં TPOની નોકરી કરતા એમ.ડી સાગઠીયાની કરોડોની મિલકત હોવાનું સામે આવ્યું છે. એસીબી દ્વારા TPO સાગઠીયાની પૂછપરછ બાદ અનેક જગ્યા પર તપાસ શરુ કરી દેવામાં આવી છે. રાજકોટ પોરબંદર નેશનલ હાઇવે ચોરડી નજીક કરોડોની કિંમતની જમીન TPOની નોકરી કરતા એમ.ડી સાગઠીયાની હોવાની માહિતી બહાર આવી છે. જો કે 70 હજારના પગારદાર પાસે આટલી બધી મિલ્કત આવી ક્યાંથી તે પણ એસીબી માટે તપાસનો વિષય બન્યો છે. ચોરડી નજીક સર્વે નં 243માં આ જમીન આવેલ છે. આ જમીન ભાવનાબેન મનસુખભાઈ સાગઠીયા નામે છે જ્યાં પેટ્રોલ પંપ બનાવવામાં માટે બાઉન્ડ્રી મારવામાં આવી છે. તેમજ પાછળની જગ્યા પર સાગઠીયાની જમીન હોવાનું માનવામાં આવે છે. જમીનના સર્વે નંબરની વિગતો સામે આવી આવતા જ ACB દ્વારા તપાસ શરુ કરવામાં આવી છે.
રાજકોટ મહાનગરપાલિકા ખાતે એન્ટી કરપ્શન બ્યુરોની ટીમ પહોંચી છે. સમગ્ર અગ્નિકાંડ મામલે ચાર અધિકારીઓ વિરુદ્ધ ગુન્હો નોંધાયો છે. રાજકોટમાં ACB દ્વારા સર્ચ ઓપરેશન શરુ કરવામાં આવ્યું છે. પૂર્વ TPO એમ.ડી સાગઠીયાની ઓફીસ અને રહેણાંક મકાન ખાતે એસીબીએ સર્ચ ઓપરેશન શરુ કર્યું છે. ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર બી.જે. ઠેબાની ઓફિસ અને રહેણાંક મકાન ખાતે સર્ચ ઓપરેશન શરુ કરવામાં આવ્યું છે. ચીફ ફાયર ઓફિસર ઇલિયાસ ખેરની ઓફિસ ખાતે તપાસ હાથ ધરવામાં આવી છે. રોહિત વિગોરા, મુકેશ મકવાણા અને ગૌતમ જોશીની ઓફિસ અને રહેણાંક મકાન ખાતે તપાસ શરુ છે.
રાજકોટ ગેમઝોન અગ્નિકાંડમાં મોટા સમાચાર સામે આવ્યા છે. રાજકોટ અગ્નિકાંડમાં ચાર અધિકારીઓ સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે તેમજ તમામની ધરપકડ કરવામાં આવી છે.
ફાયર વિભાગના અધિકારી તેમજ ટાઉન પ્લાનિંગ શાખાના અધિકારી વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે, તેમજ અગાઉ દાખલ કરવામાં આવેલી ફરિયાદમાં ચાર અધિકારીઓના નામોનો ઉમેરો કરવામાં આવ્યો છે.
આ ચાર અધિકારીઓની ધરપકડ
રાજકોટ મનપાના તત્કાલીન ટીપીઓ મનસુખ સાગઠીયા,
ATPO મુકેશ મકવાણા,
ગૌતમ જોશી,
ફાયર સ્ટેશન ઓફિસર રોહિત વિગોરા
રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડનો મામલે ચાર અધિકારીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ફાયર વિભાગના અધિકારી તેમજ ટાઉન પ્લાનિંગ શાખાના અધિકારી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. અગાઉ દાખલ કરવામાં આવેલી ફરિયાદમાં ચાર અધિકારીઓના નામોનો ઉમેરો કરવામાં આવ્યો છે. અગાઉ 2023ના સપ્ટેમ્બર મહિનામાં TRP ગેમ ઝોન ખાતે આગ લાગવાનો બનાવ બન્યો હતો. આગ લાગ્યા બાદ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી તેમ છતાં ફાયર વિભાગ દ્વારા કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં નહોતા આવ્યા.
અગાઉ 2023ના જૂન મહિનામાં ટાઉન પ્લાનિંગ ઓફિસર એમ.ડી સાગઠીયાએ બાંધકામ તોડી પાડવા માટે નોટિસ પાઠવવામાં આવી હતી. ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા માત્ર નોટિસ પાઠવીને સંતોષ માની લેવામાં આવ્યો હતો. ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા સ્ટ્રકચર તોડી પાડવામાં નહોતા આવ્યું.
ચાર અધિકારીઓ મનપાના તત્કાલીન ટીપીઓ મનસુખ સાગઠીયા, ATPO મુકેશ મકવાણા, ગૌતમ જોશી, ફાયર સ્ટેશન ઓફિસર રોહિત વિગોરા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. તમામની રાજકોટ શહેર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.








