મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રાજકોટ: કબાટમાંથી ઘરેણા કાઢતી વખતે બંદૂક નીચે પડી જતા થયું ફાયરિંગ, ભાજપ મહિલા નગરસેવિકા ઘાયલ

ગુજરાતના રાજકોટમાં અકસ્માતે ફાયરિંગની ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે

રાજકોટ: કબાટમાંથી ઘરેણા કાઢતી વખતે બંદૂક નીચે પડી જતા થયું ફાયરિંગ, ભાજપ મહિલા નગરસેવિકા ઘાયલ

ગુજરાતના રાજકોટમાં અકસ્માતે ફાયરિંગની ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે  રાજકોટમાં ભાજપના મહિલા નગરસેવિકા અનિતાબેન ગોસ્વામીને અકસ્માતે ફાયરિંગ થઈ જતા પગમાં ગોળી વાગી હતી. ઈજાગ્રસ્ત હાલતમાં તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

પતિની લાઈસન્સ ધરાવતી બંદૂક નીચે પડી જતા ફાયરિંગ થયુ

પ્રાથમિક માહિતી અનુસાર મહિલા નગર સેવક  લગ્ન પ્રસંગમાં જવા માટે કબાટમાંથી ઘરેણા કાઢતી વખતે પતિની લાઈસન્સ ધરાવતી બંદૂક નીચે પડી જતા ફાયરિંગ થયુ હતું. જેથી તેમને પગના ભાગે ગોળી વગી હતી.

ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં સમગ્ર મામલો પહોંચ્યો

સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. તો બીજી તરફ સમગ્ર ઘટનાની હકીકત તપાસવા રાજકોટ ભક્તિનગર પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો