મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

TRP અગ્નિકાંડ: હાઈકોર્ટે સરકારનો ઉધડો લીધો, કહ્યું 'SIT બને છે અને જાય છે પણ....

રાજકોટમાં ગેમ ઝોન અગ્નિકાંડમાં 27 લોકોના મોત થયા હતા. ત્યારે આજે આ મુદ્દે ફરી ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી કરવામાં આવ

TRP અગ્નિકાંડ: હાઈકોર્ટે સરકારનો ઉધડો લીધો, કહ્યું 'SIT બને છે અને જાય છે પણ....

 રાજકોટમાં ગેમ ઝોન અગ્નિકાંડમાં 27 લોકોના મોત થયા હતા. ત્યારે આજે આ મુદ્દે ફરી ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન ચાર મહાનગરપાલિકાઓના કમિશનરોએ એફિડેવિટ ફાઇલ કર્યા હતા. હાઇકોર્ટે સરકારની ઝાટકણી કાઢતા કહ્યું હતું, કે 'SIT બને છે અને જાય છે પણ દુર્ઘટનાઓ અટકવાનું નામ નથી લેતી.'

આગામી સુનાવણી 13મી જૂને થશે

આ ઉપરાંત જ્યારે સરકારે કોર્ટમાં કહ્યું કે અમે કમિશનરની બદલી કરી છે ત્યારે કોર્ટે ફરી ઝાટકણી કાઢી કહ્યું હતું, કે 'કમિશનરનું ટ્રાન્સફર પૂરતું નહીં, બધા બધું જ જાણતા હતા.' નોંધનીય છે કે SITએ રિપોર્ટ માટે બે મહિનાનો સમય માંગ્યો હતો પણ સરકારે 28 જૂન સુધી રિપોર્ટ રજૂ કરવા નિર્દેશ આપ્યા છે. આ કેસમાં હવે આગામી સુનાવણી 13મી જૂને થશે.

આ સમાચાર શેર કરો