મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

GST કૌભાંડમાં રાજકોટ કોર્ટે મહેશ લાંગાના 4 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર

રાજકોટના ભગવતીપરામાં બોગસ પેઢી ખોલી 14 પેટા કંપનીઓને કામ સોપી 61.38 લાખની ટેક્ષ ચોરી કરવાના G

GST કૌભાંડમાં રાજકોટ કોર્ટે મહેશ લાંગાના 4 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર

રાજકોટના ભગવતીપરામાં બોગસ પેઢી ખોલી 14 પેટા કંપનીઓને કામ સોપી 61.38 લાખની ટેક્ષ ચોરી કરવાના GST કૌભાંડમાં DCB પોલીસે 27 તારીખે ગુનો નોંધ્યો હતો. આ કેસમાં અમદાવાદની સાબરમતી જેલમાં જેલવાસ ભોગવી રહેલા કૌભાંડના મુખ્ય સૂત્રધાર  મહેશ લાંગાને રાજકોટ પોલીસ ટ્રાન્સફર વોરંટના આધારે અમદાવાદથી રાજકોટ લઇ આવી હતી. આજે મહેશ લાંગાને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. 

કોર્ટે મહેશ લાંગાના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા 

GST કૌભાંડમાં 3 અઠવાડિયા પહેલા નોંધાયેલી ફરિયાદના સંદર્ભમાં રાજકોટ શહેર પોલીસે સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી મહેશ લાંગાની કસ્ટડી લીધી હતી. EOW શાખાએ મહેશ લાગાને રિમાન્ડની  માંગ સાથે કોર્ટમાં રજૂ કર્યો હતો. પોલીસે મહેશ લાગાની ૧૪ દિવસના રિમાન્ડની કરી હતી માંગપોલીસે મહેશ લાંગાના 14 દિવસના રિમાન્ડની માંગ  કરી હતી, જો કે કોર્ટે મહેશ લાંગાના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. 

અગાઉ 12 આરોપીઓની કરવામાં આવી છે ધરપકડ

આ GST કૌભાંડમાં અગાઉ 12 જેટલા આરોપીઓની ધરપકડ થઈ ચુકી છે. રાજ્યભરમાં ચકચાર જગાવનાર અને GST કૌભાંડમાં સંડોવાયેલ મહેશ લાંગા દ્વારા બનાવેલી પરમાર એન્ટરપ્રાઈઝ નામની બોગસ પેઢી દ્વારા 61.38 લાખનું GST કૌભાંડ આચરવામાં આવ્યું હતું.

લાંગાની પેઢી દ્વારા રાજકોટ ઉપરાંત જામનગર, જુનાગઢ, મોરબી, અમદાવાદ, ભાવનગર, મહેસાણા સહિતના શહેરોમાં 14 પેટા પેઢીઓ બનાવવામાં આવી હતી જેમાં યશ ડેવલોપર, ઈકરા એન્ટરપ્રાઈઝ, સિવિલ પ્લસ એન્જી., ધનશ્રી મેટલ, ડીએ એન્ટરપ્રાઈઝ, જ્યોતિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, અરહ્મ સ્ટીલ, રિદ્ધિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, આશાપુરા ટ્રેડીંગ, શિવ મિલન પ્લાસ્ટિક, ગ્લોબટ્રા ઈમ્પેક્ષ, માં દુર્ગા સ્ટીલ, શુભ-લાભ એસ્ટેટ, મારુતિનંદન કન્સ્ટ્રક્શનનો સમાવેશ થાય છે. 

આ સમાચાર શેર કરો