મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રાજકોટ : સિવિલ હોસ્પિટલના પાર્કીંગમાં યુવકના મોતના જવાબદાર ડો.પાર્થ ચુડાસમા 6 મહિના માટે સસ્પેન્ડ

રાજકોટ સિવિલ હોસ્પિટલના ડીને રેસિડેન્ટ ડોક્ટર ડો.પાર્થ ચુડાસમાને 6 મહિના માટે સસ્પેન્ડ કરી દી

રાજકોટ : સિવિલ હોસ્પિટલના પાર્કીંગમાં યુવકના મોતના જવાબદાર  ડો.પાર્થ ચુડાસમા 6 મહિના માટે સસ્પેન્ડ

રાજકોટ સિવિલ હોસ્પિટલના ડીને રેસિડેન્ટ ડોક્ટર ડો.પાર્થ ચુડાસમાને 6 મહિના માટે સસ્પેન્ડ કરી દીધો છે. ડો.પાર્થ ચુડાસમાએ ઇમર્જન્સી વોર્ડમાંથી ટ્રાન્સફર કરવામાં આવેલા યુવકને અન્ય વોર્ડમાં દાખલ ન કરતા સિવિલ હોસ્પિટલના પાર્કીંગમાં યુવકનું મોત થયું હતું. 

સારવારના અભાવે હોસ્પિટલના પાર્કીંગમાં યુવકનું થયું હતું મોત 

આ ઘટના સમગ્ર ઘટના 18 સપ્ટેમ્બરે બની હતી. ગોંડલ  તાલુકાના વાસાવડ ગામમાં રહેતા 31 વર્ષીય સતીષ બાબુભાઇ નામના એક યુવકને તબિયત લથડતા તેનો મિત્ર રાત્રિના સમયે સારવાર માટે 108 એમ્બ્યુલન્સથી સિવિલ હોસ્પિટલ લાવ્યો હતો.

યુવકને ઈમરજન્સી વિભાગમાં ફરજ પરના તબીબે જોઈ તપાસી દાખલ કરવા જરૂર લાગતા વોર્ડ નં-10માં રિફર કર્યો હતો. જોકે, ત્યાં જતા ડો.પાર્થ ચુડાસમાએ આ યુવક અને તેના મિત્ર બંને નીચે કાઢી મુકતા બંનેએ પાર્કિંગમાં રાત વિતાવી હતી. 

સવારે દર્દી સતીષને મિત્રએ ઉઠાડ્યો પણ તે નહીં ઉઠતા તરત તેને ઈમરજન્સી વિભાગમાં લવાયો હતો, જ્યાં મેડિકલ ઓફિસરે ECG કાઢી સતીષને મૃત જાહેર કર્યો હતો.

યુવક મૃત્યુ પામ્યાં બાદ ડો.પાર્થ ચુડાસમાએ મૃત યુવકને ICUમાં  વેન્ટિલેટર પર રાખ્યો 

મેડિકલ ઓફિસરે વોર્ડ નં-10ના રેસિડેન્ટ ડોક્ટરને બોલાવી તમે કેમ પેશન્ટને દાખલ કર્યો નહીં, આ દર્દીનું મોત  થયું છે કહેતા જ રેસિડેન્ટ ડો.પાર્થ ચુડાસમાને પોતાની મોટી ભૂલ સમજાઈ હતી. જોકે પોતાની ભૂલ છુપાવવા માટે તેણે કેશબારીએ જઈ દાખલની ફાઈલ કઢાવી યુવકની મેડિકલ હિસ્ટ્રી ઉભી કરી હતી.

આટલું જ નહીં, ડો.પાર્થ ચુડાસમા મૃત યુવકને ICUમાં  વેન્ટિલેટર પર રાખી સાથે રહેલા મિત્રને કહ્યું હતું કે, પેશન્ટ સિરિયસ છે સગાને બોલાવી લેજો.  યુવકનો ભાઈ હોસ્પિટલ પહોંચે પહેલા જ નાટક કરી મૃત દર્દીને ફરી મૃત જાહેર કર્યો હતો.

તપાસ કમિટીના રિપોર્ટ બાદ ડો.પાર્થ ચુડાસમાને 6 મહિના માટે સસ્પેન્ડ કરાયો 

આ સમગ્ર મામલે સિવિલ હોસ્પિટલ પ્રશાસને તપાસ કમિટી બનાવી હતી. આ તપાસ કમિટીએ 20 દિવસની તપાસ પૂર્ણ કરી તમામ પુરાવા સાથેનો રિપોર્ટ તબીબી અધિક્ષકને સોંપ્યો હતો. સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.મોનાલી માકડિયા, એડિશનલ સુપ્રિન્ટેન્ડેન્ટ  ડો.કયાડાએ તપાસ કમિટીએ આપેલા રિપોર્ટને ચકાસી ડીનને મોકલ્યો હતો. મેડિકલ કોલેજ કાઉન્સિલની બેઠકમાં ડીસીપ્લીન એકશન હેઠળ આકરા શિક્ષાત્મક પગલાં લેવાના નિર્ણય બાદ ડીને ડો.પાર્થ ચુડાસમાને 6 મહિના સસ્પેન્ડ કરી દીધો છે. 

આ સમાચાર શેર કરો