મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

'કોઇને ટાર્ગેટ નથી આપ્યો કે હૉસ્પિટલમાં ઊંઘતા દર્દીઓને ઉઠાડીને સદસ્ય બનાવવા પડે'- રાજકોટ શહેર ભાજપ પ્રમુખ

રાજકોટમાં રણછોડદાસ બાપુ ચેરીટેબલ ટ્રસ્ટની આંખની હૉસ્પિટલમાં મોતિયાનું ઓપરેશન કરાવવ

'કોઇને ટાર્ગેટ નથી આપ્યો કે હૉસ્પિટલમાં ઊંઘતા દર્દીઓને ઉઠાડીને સદસ્ય બનાવવા પડે'- રાજકોટ શહેર ભાજપ પ્રમુખ

રાજકોટમાં રણછોડદાસ બાપુ ચેરીટેબલ ટ્રસ્ટની આંખની હૉસ્પિટલમાં મોતિયાનું ઓપરેશન કરાવવા આવેલા દર્દીઓને ભાજપના સભ્ય બનાવવામાં આવતા વિવાદ થયો છે. હવે આ ઘટનાને લઇને રાજકોટ શહેર ભાજપ પ્રમુખનું નિવેદન સામે આવ્યું છે. રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ કહ્યું કે, આ ઘટનાને લઇને તપાસ કરવામાં આવશે.

આ ઘટના મામલે તપાસ કરાશે- રાજકોટ શહેર ભાજપ પ્રમુખ

રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ કહ્યું કે, 'વીડિયોમાં દેખાનાર વ્યક્તિ કોણ છે તે બાબતે તપાસ કરવામાં આવશે. કોઇને પણ એવો ટાર્ગેટ આપવામાં નથી આવ્યો કે ઊંઘતા દર્દીઓને હૉસ્પિટલમાં ઉઠાડીને સદસ્ય બનાવવા પડે.' રાજકોટ શહેર ભાજપ પ્રમુખે જણાવ્યું કે, 'સમગ્ર મામલે મારા ઝોન મહામંત્રીને તપાસ કરવાના આદેશ આપ્યા છે. આ પ્રકારનો ઉત્સાહ અને ઉન્માદ ક્યારેય પણ સાખી લેવામાં નહીં આવે. '

રાજકોટ શહેર ભાજપના પ્રમુ મુકેશ દોશીએ કહ્યું કે, રાજકોટ શહેર ભાજપના કાર્યકર્તાઓએ 50 દિવસ સુધી પોતાની મર્યાદા જાળવીને ટાર્ગેટ કરતા પણ વધુ લક્ષ્યાંક હાંસલ કર્યો છે. સમગ્ર ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢું છું. સમગ્ર ઘટનામાં ભાજપને બદનામ કરવાનું કોઇ કાવતરૂં તો નથી તે બાબતે પણ તપાસ કરવામાં આવશે.

શું છે ઘટના?

રાજકોટમાં રણછોડદાસ બાપુ ચેરીટેબલ ટ્રસ્ટની આંખની હૉસ્પિટલમાં મોતિયો ઉતરાવવા માટે દાખલ થયેલા દર્દીઓને ભાજપના સભ્ય બનાવવામાં આવ્યા છે. ઊંઘી  રહેલા દર્દીઓને ઉઠાડીને OTP લઇને ભાજપના સભ્ય બનાવવામાં આવ્યા હતા.આ સમગ્ર ઘટનાનો વીડિયો જૂનાગઢના એક દાખલ દર્દીએ ઉતારી લેતા ભાંડો ફૂટ્યો છે. મોટાભાગના દર્દીઓને મેસેજ આવ્યો ત્યારે ખબર પડી કે તેઓ ભાજપના સભ્ય બન્યા છે.વોર્ડમાંથી 200થી 250 લોકોને આ રીતે ભાજપના સભ્ય બનાવવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

આ સમાચાર શેર કરો