રાજકોટ નાગરિક સહકારી બેન્કની ચૂંટણીના ઉમેદવારને મુંબઈ પોલીસનું સમન્સ
રાજકોટ નાગરિક સહકારી બેન્કની ચૂંટણી પહેલા કલ્પક મણિયારને સમન્સ

રાજકોટ નાગરિક સહકારી બેન્કની ચૂંટણી પહેલા કલ્પક મણિયારને સમન્સ પાઠવવામાં આવ્યું છે. મુંબઈ પોલીસની આર્થિક ગુના નિવારણ શાખાએ આ સમન્સ પાઠવ્યું છે. રાજકોટ નાગરિક બેન્કની ચૂંટણી છેલ્લા 27 વર્ષથી બિન હરીફ ચાલી રહી હતી, ત્યારે આ વખતની ચૂંટણીમાં મામા-ભાણેજ સામ સામે આવ્યા છે.
આ પણ વાંચો: ગુજરાતના આ જિલ્લામાં ચોરી-લૂંટફાટ અને હત્યાની ઘટનામાં વધારો, રેન્જ IGએ આપ્યો કડક આદેશ
રાજકોટ નાગરિક બેંકના પૂર્વ ચેરમેન કલ્પક મણિયારને સમન્સ
રાજકોટ નાગરિક બેંકના પૂર્વ ચેરમેન કલ્પક મણિયારને ચૂંટણી પહેલા સમન્સ પાઠવતા તર્ક વિતર્કો શરૂ થયા છે.મુંબઈ પોલીસની આર્થિક ગુના નિવારણ શાખાએ સમગ્ર મામલે સાક્ષી તરીકે રૂબરૂ હાજર રહેવા ફરમાન બહાર પાડવામાં આવ્યું છે.
બેંકના 21 ડિરેક્ટરોની ચૂંટણીની આગામી તારીખ 17મીએ
આ વખતની રાજકોટ નાગરિક સહકારી બેન્કની ચૂંટણીમાં એક નિયમ લાગું કરવામાં આવ્યો છે. નવા નિયમ મુજબ બેન્કમાં છેલ્લા આઠ વર્ષથી હોદ્દો સંભાળનાર વ્યક્તિ ચૂંટણી લડી શકશે નહીં. બેંકના 21 ડિરેક્ટરોની ચૂંટણીની આગામી તારીખ 17મીએ યોજાવાની છે.






