અગ્નિકાંડ થયા બાદ રાજકોટમાં ચીફ ફાયર ઓફિસરનો ચાર્જ કોઈપણ અધિકારી સંભાળવા નથી તૈયાર!
રાજકોટમાં અગ્નિકાંડ બાદ કોઈપણ ફાયર ઓફિસર ચીફ ફાયર ઓફિસરનો ચાર્જ લેવા તૈયાર નથી. ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસરનો ચાર્જ લેનાર અમ

રાજકોટમાં અગ્નિકાંડ બાદ કોઈપણ ફાયર ઓફિસર ચીફ ફાયર ઓફિસરનો ચાર્જ લેવા તૈયાર નથી. ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસરનો ચાર્જ લેનાર અમિત દવે પણ ટૂંક સમયમાં ચાર્જ છોડશે. અમિત દવેએ ચીફ ફાયર ઓફિસરની જવાબદારીમાંથી મુક્તિ માંગી છે.
રાજકોટ મનપા દ્વારા વર્ગ ત્રણના કર્મચારી અમિત દવેને ચીફ ફાયર ઓફિસરનો ચાર્જ સોંપાયો
રાજકોટ મનપા દ્વારા વર્ગ ત્રણના કર્મચારી અમિત દવેને ચીફ ફાયર ઓફિસરનો ચાર્જ સોંપાયો હતો , જોકે હવે અમિત દવેએ પણ આ જવાબદારીમાંથી મુક્તિ માંગતા કોણ નવું આવશે તે પણ સવાલ ?
ચીફ ફાયર ઓફિસર ઇલેશ ખેર, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર બી. જે. ઠેબા, અનિલકુમાર મારું હાલ જેલમાં બંધ છે. પૂર્વ ચીફ ફાયર ઓફિસર ઈલેશ ખેરની જગ્યા ખાલી પડતા સરકારે કચ્છમાં ફરજ બજાવી રહેલા અનિલકુમાર મારુંને રાજકોટના ચીફ ફાયર ઓફિસર તરીકે નિમણૂક કરવામાં આવી હતી.
ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર તરીકેનો ચાર્જ સંભાળ્યાના 45 દિવસમાં જ એન્ટી કરપ્શન બ્યુરોના અધિકારીઓએ અનિલ કુમાર મારુને તેમની જ ઓફિસમાંથી 1,80,000રૂ.ની લાંચ લોતા ઝડપી પાડવામાં આવ્યા હતા.
રાજકોટ અગ્નિકાંડ બાદ અધિકારીઓમાં ફફડાટ
રાજકોટ અગ્નિકાંડ બાદ અધિકારીઓમાં ફફડાટ ફેલાયો હતો, અગાઉ મનપામાં 6 અધિકારીઓએ રાજીનામાં ધરી દીધા હતાજે મંજૂર પણ થઈ ગયા હતા.જેમાં સિટી ઈજનેર અલ્પના મિત્રા, એ.એમ.સી. વાસંતીબેન પટેલ, જસ્મીન રાઠોડ, આરોગ્ય અધિકારી ડૉ. ચુનારા, ડેપ્યુટી ઈજનેર રામાવત, આરજી પટેલ અને સિટી ઈજનેર વાય.કે. ગોસ્વામીએ રાજીનામું આપી દીધુ છે. આમ અગ્નિકાંડ બાદ 7 અનુભવી કાર્યદક્ષ અધાકરીઓએ પોતાના રાજીનામાં ધરી દીધા હતા.








