રાજકોટ: ધોરણ 11માં ભણતા કિશોરનું હાર્ટએટેકથી મોત, નાની વયે માસૂમનો ગયો જીવ
રાજકોટમાં હાર્ટ એટેકથી સગીરનું મોત થયુ છે. શહેરના પડધરી નજીક ખાનગી શાળામાં અભ્યાસ કર્યા 17

રાજકોટમાં હાર્ટ એટેકથી સગીરનું મોત થયુ છે. શહેરના પડધરી નજીક ખાનગી શાળામાં અભ્યાસ કર્યા 17 વર્ષીય સગીરનું મોત હાર્ટ એટેકથી થયુ હતું. મળતા અહેવાલ પ્રમાણે ધોરણ 11 માં અભ્યાસ કરતો યશરાજ સોલંકી હોળીની રજા પૂર્ણ કરી હોસ્ટેલ પરત ફર્યો હતો.
કિશોરનું હાર્ટ એટેકથી મોત
રાત્રે તે સૂઈ ગયો હતો. સવારે મોડે સુધી ઉંઘી રહ્યો હતો ત્યારે તેના મિત્રએ તેને ઉઠાડવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ કિશોરે કોઈપણ પ્રકારનો પ્રત્યુતર આપ્યો નહોતો.
કિશોરને બેભાન હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડયો
કિશોરને બેભાન હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો.જો કે ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.મૃતક મૂળ કચ્છના ભચાઉનો વતની હોવાનુ સામે આવ્યુ છે. ઘટનાની જાણ થતા પરિવારમાં કલ્પાંત જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો પણ હોસ્પિટલ દોડી આવ્યો હતો.






