મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રાજકોટ: આંગડિયા પેઢી સાથે 3 શખ્સોએ આચરી 72 લાખની છેતરપિંડી, મેનેજરે નોંધાવી ફરિયાદ

રાજ્યના રાજકોટ શહેરમાં લાખોની છેતરપિંડી આચરવાની ઘટના સામે આવી છે. રાજકોટમાં આંગડિયા પેઢી સાથે

રાજકોટ: આંગડિયા પેઢી સાથે 3 શખ્સોએ આચરી 72 લાખની છેતરપિંડી, મેનેજરે નોંધાવી ફરિયાદ

રાજ્યના રાજકોટ શહેરમાં લાખોની છેતરપિંડી આચરવાની ઘટના સામે આવી છે.  રાજકોટમાં આંગડિયા પેઢી સાથે લાખો રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી છે. મળતા અહેવાલ પ્રમાણે શહેરના સોની બજારમાં આવેલા ઈશ્વર સોમા આગડિયાના મેનેજરે એ ડિવિઝન  પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરી છે. 3 શખ્સો સામે 72 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

3 શખ્સો સામે 72 લાખની છેતરપિંડીની ફરિયાદ

પ્રાથમિક માહિતી અનુસાર ઈશ્વર સોમા આગડિયાના માલિકના મિત્રના કહેવાથી  મેનેજર ગોરધન પટેલે દિલ્હી 72 લાખ રૂપિયા મોકલ્યા હતા. પરંતુ પાર્ટીએ રૂપિયા જમા કરાવ્યા જ નહીં.

પૃથ્વીરાજ કોઠારી, વિશાલ અને રમેશ મહેતા વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ દાખલ

પોલીસે પૃથ્વીરાજ કોઠારી, વિશાલ અને રમેશ મહેતા વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ દાખલ કરી છે. પોલીસે આ શખ્સોને દબોચવા માટે ચક્રે ગતિમાન કર્યા છે. 

આ સમાચાર શેર કરો