મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રાજભા ગઢવી સાથે અણબનાવ બન્યો હોય તો ખુલાસો કરે, આદિવાસી સમાજમાં દુઃખની લાગણી-MP પ્રભુ વસાવા

લોકસાહિત્યકાર રાજ ભા ગઢવીએ ડાંગના આદિવાસીઓ માટે કરેલા નિવેદનને લઈને ઘેરા પ્ર

રાજભા ગઢવી સાથે અણબનાવ બન્યો હોય તો ખુલાસો કરે, આદિવાસી સમાજમાં દુઃખની લાગણી-MP પ્રભુ વસાવા

લોકસાહિત્યકાર રાજ ભા ગઢવીએ ડાંગના આદિવાસીઓ માટે કરેલા નિવેદનને લઈને ઘેરા પ્રત્યાઘાતો જોવા મળી રહ્યાં છે. રાજભા ગઢવીના નિવેદનનો ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે. ડાંગના રાજાએ વિરોધ કર્યો છે. ત્યારે હવે આ વિરોધમાં બારડોલીના સાંસદ પ્રભુ વસાવાએ પણ નિવેદન આપતાં કહ્યું કે, રાજભા સાથે કોઈ અણબનાવ બન્યો હોય તો ખુલાસો કરે. આદિવાસી સમાજમાં તેમની ટીપ્પણીથી ભારે દુઃખની લાગણી જોવા મળી રહી છે.

ડાંગમાં અંગ્રેજોનું શાસન નહોતું

પ્રભુ વસાવાએ કહ્યું કે, રાજભા ગઢવીએ ખરાબ ટિપ્પણી કરી છે. આદિવાસી સમાજમાં એક પ્રકારની દુઃખની લાગણી અને આઘાતજનક લાગણી ઉઠી છે. કોઈ પણ વ્યક્તિ ખરાબ હોય સમાજ ખરાબ નથી હોતો. ડાંગ ગુજરાતનું સ્વર્ગ કહેવાય છે.  દેશ વિદેશથી લોકો ફરવા આવે છે. ક્યારેય પણ ભૂતકાળમાં આવી બાબત બની નથી. અંગ્રેજો વખતે પણ ડાંગ જિલ્લાના રાજવીઓએ અંગ્રેજ શાસન આવવા દીધું નહોતું.

ભૂલ સ્વીકારી માફી માગવી

ડાંગની પ્રજા ખમીરવંતી છે. ત્યારે સમાજની એવી માંગણી છે કે, માફી માંગવી જોઈએ. રાજભાની આ વાત બિલકુલ સુસંગત નથી. રાજભા પણ માફી માગી તેવી વિનંતી કરી રહ્યા છીએ. રાજભાએ માફી માગી હોય તો માનવતાની રીતે ભૂલ સ્વીકારી છે. સારી વાત છે. પરંતુ આ પ્રકારની ફરી ભુલ કોઈએ ન કરવી જોઈએ. કારણ કે, જે વસ્તુ નથી બની તેના વિષે કલ્પાતીત વાતો કરવી જોઈએ નહી.

આ સમાચાર શેર કરો