મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો, વરસાદી માહોલે વધાર્યા ખેલૈયાઓના ધબકારા

દક્ષિણ ગુજરાતમાં બપોર બાદ વાતાવરણમાં ધરખમ ફેરફાર નોંધાયો હતો. સુરત, નવસારી, વલસાડ સહિતના વિસ્તારોમાં

દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો, વરસાદી માહોલે વધાર્યા ખેલૈયાઓના ધબકારા

દક્ષિણ ગુજરાતમાં બપોર બાદ વાતાવરણમાં ધરખમ ફેરફાર નોંધાયો હતો. સુરત, નવસારી, વલસાડ સહિતના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્ય છે. જેને પગલે નવરાત્રિ રમવા આતુર ખેલૈયાઓ ગરબા ગ્રાઉન્ડમાં રમી શકશે કે કેમ તેને લઈને સવાલો ઉભા થયા છે. બીજી તરફ જેમ જેમ વરસાદની માત્રા વધે છે તેમ તેમ ખેલૈયાઓના ધબકારા પણ વધી રહ્યાં છે.

વલસાડ પંથકમાં વરસાદ

વલસાડ જિલ્લામાં આજે સતત બીજા દિવસે વરસાદી માહોલ જામ્યો હતો. સવારથી જ કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાયું હતું. બપોર બાદ કપરાડાના નાનાપોંઢા અને આસપાસના વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. મહત્વપૂર્ણ છે કે, હવામાન વિભાગે વલસાડ જિલ્લામાં વરસાદની આગાહી કરી હતી. એ મુજબ ગઈકાલે પણ જિલ્લાના વલસાડ, ધરમપુર, કપરાડા, પારડી, ઉમરગામ અને વાપી તાલુકામાં વરસાદ વરસ્યો હતો.

છૂટો છવાયો વરસાદ

આજે સતત બીજા દિવસે કપરાડાના નાનાપોંઢા સહિત તાલુકાના અન્ય કેટલાક વિસ્તારોમાં પણ છૂટો છવાયો વરસાદ વરસ્યો હતો. આમ સતત બે દિવસથી વરસી રહેલા વરસાદને કારણે ડાંગરના પાકને નુકસાનની ભીતી સેવાઇ રહી છે. આથી ખેડૂતોમાં ચિંતા છે. હજુ પણ આગામી સમયમાં જિલ્લામાં વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.

આ સમાચાર શેર કરો