મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

બારડોલી સાંબેલાધાર વરસાદથી હાલાકી સર્જાઈ, રાજીવ નગરમાંથી ઘરવખરી પાણીમાં તણાઈ

સુરત જિલ્લાના બારડોલીમાં સાંબેલાધાર વરસાદ પડ્યો હતો. જેથી અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. રાજીવનગ

બારડોલી સાંબેલાધાર વરસાદથી હાલાકી સર્જાઈ, રાજીવ નગરમાંથી ઘરવખરી પાણીમાં તણાઈ

સુરત જિલ્લાના બારડોલીમાં સાંબેલાધાર વરસાદ પડ્યો હતો. જેથી અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. રાજીવનગરના 50થી વધુ ઘરમાં પાણી પ્રવેશી ગયા હતા. 

ઘરો પાણીમાં ગરકાવ

છેલ્લા બે દિવસથી મેઘરાજાએ દક્ષિણ ગુજરાતને ધમરોળી નાખ્યું છે. ત્યારે સુરત જિલ્લો પણ બાકાત નથી. સુરત જિલ્લાનું બારડોલી પણ હવે પ્રભાવિત થઈ રહ્યું છે. સવારથી ધોધમાર વરસાદને પગલે બારડોલી નગરમાં પાણીનો ભરાવો થયો હતો. બારડોલી નગરના નીચાણવાળા વિસ્તાર ગણાતા રાજીવ નગર-2માં પાણી ભરાયા હતા. ઘરો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.  

કરુણ દ્રશ્યો સર્જાયા

પાણીમાં ઘર વખરી પણ તણાઈ ગઈ હતી. બારડોલી નગરનો સ્લામ વિસ્તાર ગણાતા રાજીવ નગરની હાલત કફોડી બની હતી. નજર સામે ઘર વખરી પાણીમાં તણાઈ જતા કરુણ દ્રશ્યો સર્જાયા હતા. જ્યારે બીજી બાજુ ભારે વરસાદને કારણે બારડોલીના આશાપુરા મંદિર નજીક ઘૂંટણ સમા પાણી ભરાયા હતા. ડી એન નગર , ધામરોડ રોડ સહિતના વિસ્તારોમાં મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યાં હતા.

આ સમાચાર શેર કરો