ક્યાંથી ભણશે ગુજરાત ? જંબુસરના વેડચના રસ્તામા વરસાદી પાણી, વિદ્યાર્થીઓ હાથમા ચપ્પલ લઈ કાદવમા ચાલવા મજબૂર
જંબુસર તાલુકાનુ વેડચ ગામ બીજા નંબરની વસ્તી ધરાવતું ગામ છે. કારેલી, કહાન

જંબુસર તાલુકાનુ વેડચ ગામ બીજા નંબરની વસ્તી ધરાવતું ગામ છે. કારેલી, કહાનવા, વેડચ, ગજેરા જેવા ગામો ભાજપના ગઢ ગણાય છે. છતાં અહીં વિકાસનો અભાવ જોવા મળી રહ્યો છે. જેના કારણે બાળકોએ થોડા જ વરસાદમાં પાણીમાં થઈને શાળાએ જવું પડે છે.
પાણીમાં ઉતરતા વિદ્યાર્થી
જિલ્લા કક્ષાનું નેતૃત્વ વેડચ ગામના નેતાઓ કરતાં હોવા છતાં કોઈ વિકાસ થયેલ જોવા મળતો નથી. વેડચના ચમારીયા-બંગલીયા વગાના વિધાર્થીઓ વરસાદ પડતાં જ કેડ-ઘૂંટણ સમા પાણીમાં ઉતરી ગામની પ્રાથમિક શાળામાં શિક્ષણ મેળવવા જાય છે. અહીંના મધ્યમ વર્ગીય પરિવારો એકવીસમી સદીમાં પણ હાડમાંરી ભર્યું જીવન જીવી રહ્યા છે.
આંદોલનની ચીમકી
વિદ્યાર્થીઓ ઉપરાંત દૂધ ડેરીમાં દૂધ ભરનાર પશુપાલકો, નોકરિયાત વર્ગ, કમ્પનીમાં કામ કરતાં વર્કરો, રાત મધરાતે ડીલીવરી હોય, કોઈનું મૃત્યુ થયું હોય, બીમાર હોય ત્યારે આ નબળી નેતાગીરીના પાપે આ જનતાને ઘણું સહન કરવું પડે છે. હવે પ્રજાજનોની સહનશક્તિની હદ આવી ગઈ છે. જો રોડ નહીં બને અને આજ પરસ્થિતિ રહેશે તો લોકોએ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.








