Gujarat news: વરસાદે નવરાત્રિની મજા બગાડી, અનેક ગરબા કાર્યક્રમો કરાયા રદ

ગુજરાતમાં હાલ અનેક શહેરોમાં મેઘરાજા ત્રાટક્યા છે. નવરાત્રિમાં વરસાદ પડતા મોટાભાગના ગરબા આજે (28 સપ્ટેમ્બર) રદ કરાયા છે. જેમાં અમદાવાદ, વડોદરા અને સુરતમાં સાતમા નોરતે વરસાદે રંગમાં ભંગ પાડ્યો છે. વરસાદના કારણે પાર્કિંગ તેમજ અન્ય વિસ્તારમાં પાણી ભરાવવાના કારણે આજના ગરબા રદ કરાયા છે. ગરબા ગ્રાઉન્ડ પર પ્લાસ્ટિક પાથરી ગ્રાઉન્ડ બચાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. ખેલૈયાઓને મુશ્કેલી ના પડે તે માટે આયોજકોએ આ નિર્ણય લીધો છે.
વરસાદે ખેલૈયાઓની મજા બગાડી છે. ત્યારે આજે વડોદરામાં યુનાઈટેડ-વે, LVP, VNF, લક્ષ્મીવિલાસ પેલેસ સહિતના ગરબા રદ કરાયા છે. સુરતના કીમમાં મૈત્રી ગ્રુપના આજના ગરબા રદ કરાયા છે. જ્યારે અમદાવાદમાં કર્ણાવતી ક્લબના ગરબા રદ કરાયા છે.
અમદાવાદમાં કયા કયા ગરબા રદ
મંડપમ
મંડળી ( રાઁચરડા )
પ્રોબઝ
કર્ણાવતી ક્લબ
ગિફ્ટ સિટી ગરબા ફેસ્ટિવલ
પારિવારીક નવરાત્રિ મહોત્સવ
નવરંગી નવરાત્રિ
રેડ વેલવેટ
દીવી
શેરી ગરબા
ઉદગમ
મધરાત્રિ ધ મંડળી
પંચમહાલમાં ગરબા રદ
રાજ્યના અનેક જિલ્લામાં વરસાદ ખાબકી રહ્યો છે, ત્યારે વરસાદ થતાં નવરાત્રિમાં વિવિધ પાર્ટીપ્લોટ ખાતે આયોજિત ગરબા રદ કરવામાં આવ્યા છે. જેમાં પંચમહાલમાં પોલીસ પરેડ ખાતે આયોજિત ગરબા આજે મોકૂફ રાખ્યા હોવાનું જિલ્લા પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે.

