Video: સુરતમાં ફટાકડા ફોડતી વખતે બે બાળકો સહિત વૃદ્ધ દાઝ્યા

સોર્સ: gstv

સુરતમાં દિવાળીના ફટાકડા ફોડતી વખતે ચેતવણીરૂપ ઘટનાઓ સામે આવી છે. શહેરના સચિન, કતારગામ અને મોટા વરાછા વિસ્તારમાં ફટાકડા ફોડતી વખતે બે માસૂમ બાળકો સહિત 65 વર્ષીય વૃદ્ધ દાઝ્યા હોવાની ઘટના બની છે. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ફટાકડાના કારણે બનેલી આ ઘટનાઓએ પરિવારોની ચિંતામાં વધારો કર્યો છે. દિવાળીના તહેવારમાં બાળકો ફટાકડા ફોડે ત્યારે માતા-પિતા અને સોસાયટીના લોકોએ ખાસ તકેદારી રાખવી જરૂરી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત