Rain in Gujarat: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 25 જિલ્લાના 90 તાલુકાઓમાં વરસાદ: જલાલપોર તાલુકામાં સૌથી વધુ 5 ઈંચ વરસાદ ખાબક્યો
Rain in Gu

Rain in Gujarat: રાજ્યમાં ચોમાસાનો માહોલ જામ્યો છે ત્યારે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC,ગાંધીનગરના અહેવાલ મુજબ ગત 24 કલાક દરમિયાન સમગ્ર રાજ્યમાં 25 જિલ્લાના 90 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. જે અંતર્ગત છેલ્લાં 24 કલાક દરમિયાન રાજ્યમાં સૌથી વધુ નવસારી જિલ્લાના જલાલપોર તાલુકામાં 5 ઇંચ જેટલો વરસાદ વરસાદ નોંધાયો છે.વધુમાં આજે, તા.23 જુલાઇ, 2025ના રોજ સવારે 10:00 કલાક સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 54.67 ટકા જેટલો નોંધાયો છે.
મળતી માહિતી અનુસાર, આજે સવારે 8:00 કલાક સુધીમાં રાજ્યમાં આવેલ ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ 58.19 ટકા તેમજ અન્ય 206 જળાશયો કુલ સંગ્રહ ક્ષમતાના 60 ટકા કરતાં વધુ ભરાઈ ગયા છે. રાજ્યના 28 જળાશયો 100 ટકા, ૬૨ જળાશયો 70 થી 100 ટકા, 41 જળાશયો 50થી 70 ટકા, 37 જળાશયો 25 થી 50 ટકા તેમજ 38 જળાશયો 25 ટકા કરતાં ઓછા ભરાયેલા છે. આમ, સમગ્ર રાજ્યમાં વરસાદના પગલે 48 ડેમ હાઇ એલર્ટ, 17 ડેમ એલર્ટ અને 25 ડેમ માટે વોર્નિંગ આપવામાં આવી છે.
ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ 58.19 ટકા ભરાઈ ગયો
રાજ્યમાં ચોમાસાની ઋતુ દરમિયાન તા. 01 જૂન, 2025થી આજદિન સુધીમાં વરસાદના પગલે વહીવટી તંત્ર દ્વારા કુલ 4,278 નાગરિકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે, તેમજ 689 નગરિકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. વધુમાં, વહીવટી તંત્ર દ્વારા રાજ્યના વિવિધ જિલ્લામાં 12 NDRFની ટીમ તેમજ 20 SDRFની ટીમ ડિપ્લોય કરવામાં આવી છે, તેમજ 03 NDRFની તેમજ 13 SDRFની ટીમ હેડ ક્વાર્ટર ખાતે રિઝર્વ રાખવામાં આવી છે.
માછીમારોને તા. 26 જુલાઇ, 2025 સુધી દરિયો ન ખેડવા ચેતવણી
વધુમાં, ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતનાં દરિયા કિનારાના વિસ્તારોમાં માછીમારોને તા. 26 જુલાઇ, 2025 સુધી દરિયો ન ખેડવા ચેતવણી પણ આપવામાં આવી છે. આ ઉપરાંત ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ દ્વારા વરસાદના કારણે ખોરવાયેલા વીજ પુરવઠાને 100 ટકા પૂર્વવત કરવામાં આવ્યો છે. G.S.R.T.Cથી મળેલી માહિતી મુજબ આજની સ્થિતીએ સમગ્ર રાજ્યમાં વરસાદના કારણે બસના કોઈપણ રૂટ કે ટ્રીપ બંધ નથી.








