મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતના કામરેજમાં ફાર્મ હાઉસમાં મહેફિલ પર દરોડા, 4 યુવકો અને 2 યુવતીઓ વિદેશી દારૂ સાથે ઝડપાયા

ફાર્મ હવે બેફામ થવાના ઠેકાણા બની ગયા છે. સુરત જિલ્લાના કામરેજ વિસ્તારમાં પોલીસે એક મોટી કાર્યવાહી કરી છે. કામરેજમા

સુરતના કામરેજમાં ફાર્મ હાઉસમાં મહેફિલ પર દરોડા, 4 યુવકો અને 2 યુવતીઓ વિદેશી દારૂ સાથે ઝડપાયા

ફાર્મ હવે બેફામ થવાના ઠેકાણા બની ગયા છે. સુરત જિલ્લાના કામરેજ વિસ્તારમાં પોલીસે એક મોટી કાર્યવાહી કરી છે. કામરેજમાં ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ પર પોલીસે દરોડો કરીને મહેફિલ માણતા 4 યુવકો અને 2 યુવતીઓને વિદેશી દારૂ અને બે લક્ઝુરિયસ કાર સાથે ઝડપી પાડ્યા હતા.

મહેફિલ પર દરોડા

ગત 7 ફેબ્રુઆરીના રોજ રાત્રે સુરતમાં આઉટર રિંગરોડના વાલક પાટિયા નજીક દારૂની મહેફિલ મણીને રફતાર પૂર્વક અકસ્માત સર્જ્યો હતો જેમાં બે સગા ભાઈઓના મોત નિપજ્યા હતા ત્યારે બાદ સુરત જિલ્લા પોલીસે ફાર્મ હાઉસમાં સઘન ચેકીંગો હાથધર્યા હતા તે દરમિયાન કામરેજ વિસ્તારમાં પોલીસે એક મોટી કાર્યવાહી કરી છે. કામરેજના મોરથાણા ગામની સીમમાં આવેલા એક ફાર્મ હાઉસમાં ચાલી રહેલી દારૂની મહેફિલ પર પોલીસે દરોડો પાડ્યો હતો. બાતમીના આધારે કરવામાં આવેલી આ કાર્યવાહીમાં ચાર યુવકો અને બે યુવતીઓ રંગે હાથ મહેફિલ માણતા પોલીસે ઝડપી પાડ્યા હતા.

સંતાનોની પ્રવૃત્તિઓ પર નજર રાખવા અપીલ

આ દેખાઈ રહેલા નબીરાઓ રાત્રી દરમિયાન મોંઘીદાટ દારૂની બાટલીઓ મંગાવીને મહેફિલ માણી રહ્યા હતા તે જ દરમિયાન પોલીસે મહેફિલમાં જામેલા રંગ ઉપર ભંગ પાડ્યો હતો. પોલીસને જોઈને નબીરાઓને પરસેવો છૂટી ગયો હતો જોકે પોલીસે સ્થળ પરથી મોંઘી બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો અને બે લક્ઝુરિયસ કાર જપ્ત કરી છે. પકડાયેલા તમામ આરોપીઓને કામરેજ પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા. જ્યાં તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.પોલીસના આ દરોડાથી આવા તત્વોમાં ફફડાટ ફેલાયો છે. સાથે જ માતા-પિતાને પણ પોતાના સંતાનોની પ્રવૃત્તિઓ પર નજર રાખવાની અપીલ કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો