મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ : સિવિલ 1200 બેડ હોસ્પિટલમાંથી મળી આવી દારૂની બોટલો, ઠેર ઠેર ગંદકી

Ahmedabad News : એશિયાની સૌથી મોટી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દારૂની બોટલનો વીડિયો વાયરલ થયો છે.1200 બેડની હો

અમદાવાદ : સિવિલ 1200  બેડ હોસ્પિટલમાંથી મળી આવી દારૂની બોટલો, ઠેર ઠેર ગંદકી

Ahmedabad News : એશિયાની સૌથી મોટી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દારૂની બોટલનો વીડિયો વાયરલ થયો છે.1200 બેડની હોસ્પિટલ પાસે જાહેરમાં દારૂની બોટલ પડી હોવાનો વીડિયો વાયરલ થયો છે.આ ઉપરાંત હોસ્પિટલના ઠેર ઠેર પડેલા કચરાના ઢગલા અને ગંદકીન વીડિયો પણ સામે આવ્યા છે. આ અંગે સિવિલ પ્રશાસન દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

સિવિલ હોસ્પિટલમાં ભુવા બાદ ફરીથી દારૂની બોટલને લઈને વિવાદમાં આવી છે. સિવિલ હોસ્પિટલમાં 1200 બેડ હોસ્પિટલ પાસેનો એક વિડિયો સામે આવ્યો છે, જેમાં દારૂની બોટલો પડી છે. જાહેરમાં જ કોઈ વ્યક્તિઓને દારૂ પીઆઇને બોટલ સિવિલ કેમ્પસમાં ફેંકી છે. આ ઉપરાંત સિવિલ હોસ્પિટલમાં કચરાના ઢગલા જેમાં કચરા પેટી ભરાયા બાદ પણ આસપાસ કચરાનો ઢગલો જોવા મળ્યો છે.હોસ્પિટલની લીફ્ટનો પણ વિડિયો સામે આવ્યો છે જેમાં લોકોએ પાન મસાલા ખાઈને ગંદકી કરી છે.

સિવિલ હોસ્પિટલમાં ખાનગી સિક્યુરિટી એજન્સી રાખવામાં આવી છે જે દરેક જગ્યાએ કામ કરતી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, પરંતું હોસ્પિટલ કેમ્પસમાં અજાણી વ્યક્તિઓ દારૂ પીને બોટલ નાખી ગયા છતાં સિકયુરિટીને જાણ પણ થઈ નથી. અગાઉ પણ સિકયુરિટીની હાજરીમાં જ ભૂવો ICU સુધી પહોંચીને વિધિ કરી ગયો હતો ત્યાર હવે ફરીથી દારૂની બોટલો મળી આવતા સિક્યુરિટી એજન્સી સામે સવાલ ઉભા થયા છે. 

આ સમાચાર શેર કરો