અમદાવાદના 400 ટ્રાફિક સિગ્નલ બનશે આધુનિક, AI આધારિત સિસ્ટમ લાગું કરશે
આગામી દિવસોમાં અમદાવાદના ટ્રાફિક સિગ્નલ આધુનિક બનશે.સ્માર્ટ સિટીમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્ટ એટલેકે A

આગામી દિવસોમાં અમદાવાદના ટ્રાફિક સિગ્નલ આધુનિક બનશે.સ્માર્ટ સિટીમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્ટ એટલેકે AI આધારિત એડપ્ટિવ ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ લાગું કરવામાં આવશે.
400 જેટલાં ટ્રાફિક સિગ્નલને AIથી જોડવામાં આવશે
અમદાવાદ શહેરના 18 મીટરથી મોટા રોડ પરના 400 જેટલાં ટ્રાફિક સિગ્નલને AIથી જોડવામાં આવશે..AIથી જોડવાથી કોઈ એક સિગ્નલ પર એક તરફના રોડ પરથી વધારે વાહનો આવતા જણાશે, તો તેની આગળના અન્ય ટ્રાફિક સિગ્નલ પર પણ તે બાજુનો રોડ વધુ સમય માટે શરૂ રખાશે.
શહેરમાં કોઈ ઈમરજન્સી દરમિયાન ગ્રીન કોરિડોર બનાવવા કોઈ ટ્રાફિક સિગ્નલનો સેન્ટ્રલાઈઝ કંટ્રોલરૂમ ન હોવાથી ટ્રાફિક પોલીસની મદદ લેવી પડે છે. જ્યારે હવે નવી સિસ્ટમ આવવાથી કંટ્રોલ રૂમમાંથી નક્કી કરેલા રૂટને ગ્રીન કોરિડોર બનાવાશે. તેમજ જો કોઈ રોડ પર અકસ્માતની ઘટના સર્જાય છે અને તેનાથી ટ્રાફિક ઊભુ થાય છે તો ઘટના સ્થળના આગળ-પાછળના સિગ્નલને ડાયવર્ટ કરાશે.






