મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં ધનતેરસે કલામંદિર જ્વેલર્સ સહિત 8 શોરૂમમાં દરોડા, માલિકોમાં ફેલાયો ફફડાટ 

એક બાજુ ધનતેરસના દિવસે મોટા પ્રમાણમાં સોનાના દાગીનાનું વેચાણ થતું હોય છે. ત્યારે બીજી બાજુ આ જ દિવસે સુરતમાં

સુરતમાં ધનતેરસે કલામંદિર જ્વેલર્સ સહિત 8 શોરૂમમાં દરોડા, માલિકોમાં ફેલાયો ફફડાટ 

એક બાજુ ધનતેરસના દિવસે મોટા પ્રમાણમાં સોનાના દાગીનાનું વેચાણ થતું હોય છે. ત્યારે બીજી બાજુ આ જ દિવસે સુરતમાં આઠથી વધુ જ્વેલર્સને ત્યાં જીએસટીના દરોડા પડ્તા જ્વેલેરીના વેપારીઓમાં દોડધામ મચી ગઈ છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે સુરતમાં કલામંદિર જ્વેલર્સ, બિશન દયાળ જ્વેલર્સ, દાગીના જ્વેલર્સ, નાકરાણી જ્વેલર્સ અને મહાવીર  જ્વેલર્સ સહિત આઠથી વધુ જ્વેલર્સને ત્યાં સ્ટેટ જીએસટીના દરોડા પડ્યા છે. પરિણામે જ્વેલેરી શોરૂમના માલિકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

મોટા પ્રમાણમાં GST ચોરી મળવાની શક્યતા

સ્ટેટ જીએસટી સૂત્રોના જણાવ્યા અનુસાર મોટા પ્રમાણમાં જીએસટી ચોરી મળી આવવાની શક્યતા છે. સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા અલગ અલગ ટીમ બનાવીને દસ્તાવેજોની તપાસણી શરૂ કરી દેવામાં આવી છે. 

આ સમાચાર શેર કરો