રાહુલ ગાંધીએ સંસદમાં હિન્દુને લઈ આપેલા નિવેદનના સુરતમાં પડ્યા પડઘા, ભાજપે વિરોધ પ્રદર્શનથી કરી માફીની માગ
રાહુલ ગાંધીએ સંસદમાં હિન્દુઓને લઈને આપેલા નિવેદનના દેશભરમાં પડઘાં પડ્યાં છે. ત્યારે કોંગ્રે

રાહુલ ગાંધીએ સંસદમાં હિન્દુઓને લઈને આપેલા નિવેદનના દેશભરમાં પડઘાં પડ્યાં છે. ત્યારે કોંગ્રેસના વિરોધ પક્ષના નેતાના નિવેદનને વખોડી કાઢતાં સુરત ભાજપના નેતાઓ અને કાર્યકરોએ કોંગ્રેસના કાર્યાલય સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. રામધૂન બોલાવી હતી. આ તબક્કે કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
માફી માગે તેવી માગ
ચોક બજાર વિસ્તારમાં આવેલા કોંગ્રેસ કાર્યાલય પાસે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. રાહુલ ગાંધી માફી માંગે તેવી માંગ કરાઈ હતી. સાથે જ કોંગ્રેસના નેતાઓ વાણીવિલાસ સતત કરતાં હોવાથી પક્ષ દ્વારા માફી માગવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી. આ તબક્કે કોંગ્રેસના વિરોધમાં નારેબાજી કરવામાં આવી હતી.
સદબુદ્ધી મળે તે માટે પ્રાર્થના
ભાજપ પ્રમુખ નિરંજન ઝાંઝમેરાએ કહ્યું કે, હિન્દુઓ હિંસક છે તેવી ટીપ્પણી કરી છે. રાહુલ ગાંધીને સંસદની ગરિમાનું કંઈ ભાન નથી. બંધારણનું કોઈ ભાન નથી. હોદ્દાઓની ગરિમા જાળવતા નથી. આવા નેતાનો વિરોધ અમે કરી રહ્યાં છે. વડાપ્રધાનને પણ શાંતિથી સાંભળ્યા વગર દેકારો કરનાર નેતાની નીતિ રીતિનો વિરોધ કરી રહ્યાં છીએ. ભગવાન તેમને સદબુદ્ધી આપે તેવી પ્રાર્થના કરીએ છીએ.








