મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રાહુલ ગાંધીની અમદાવાદ મુલાકાતનો VHP દ્વારા વિરોધ, પોલીસે અટકાયત કરી

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અમદાવાદની મુલાકાતે આવ્યા છે. રાહુલ ગાંધી અમદાવાદમાં ગુજરાત કોંગ્રેસ પ્રદેશ કમિટીમાં

રાહુલ ગાંધીની અમદાવાદ મુલાકાતનો VHP દ્વારા વિરોધ, પોલીસે અટકાયત કરી

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અમદાવાદની મુલાકાતે આવ્યા છે. રાહુલ ગાંધી અમદાવાદમાં ગુજરાત કોંગ્રેસ પ્રદેશ કમિટીમાં રાજકોટ અગ્નિકાંડ, તક્ષશીલા કાંડ, હરણી બોટ કાંડના પીડિતોના પરિવારજનોને મળશે. રાહુલ ગાંધીની મુલાકાતનો VHP દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. પોલીસે વિરોધ કરતા VHPના કાર્યકર્તાઓની અટકાયત કરી હતી.

રાહુલ ગાંધીના આગમન સાથે જ દેખાવો

રાહુલ ગાંધીના અમદાવાદ એરપોર્ટ પર આગમનની સાથે જ VHP અને બજરંગ દળના કાર્યકરોએ વિરોધ કરતા પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.

મહત્ત્વપૂર્ણ છે કે, કોંગ્રેસ કાર્યાલયની બહાર થયેલી બજરંગ દ્વારા કરાયેલી અથડામણના કેસમાં પોલીસે એકતરફી કાર્યવાહી કરી છે. સંસદમાં હિન્દુ મુદ્દે કરેલા નિવેદન બાદ રાહુલ ગાંધીનો વિરોધ થઇ રહ્યો છે તેમાંય અમદાવાદમાં બજરંગ દળે કોંગ્રેસ ભવનમાં તોડફોડ કરી હતી. એટલું જ નહિ, ભાજપ કોંગ્રેસના કાર્યકર્તાઓએ સામસામે પથ્થરમારો કર્યો હતો. આ ઘટના મામલે કોંગ્રેસ કાર્યકર્તાઓ સાથે તેઓ મુલાકાત કરશે.

આ ઉપરાંત રાહુલ ગાંધી રાજકોટ TRP ગેમઝોન- મોરબી બ્રિજ અકસ્માત અને વડોદરા હરણી બોટ દૂર્ઘટનાના પીડિતોને પણ મળશે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પીડિતોને ન્યાય આપવા માટે એક મોટા એક્શન પ્લાન પર કામ કરી રહી છે. સૂત્રોનું કહેવું છે કે, ભાજપને લોકસભામાં ક્લીન સ્વીપ કરતા અટકાવ્યા બાદ રાહુલ ગાંધીએ ગુજરાતના રાજકારણમાં વધુ રસ દાખવ્યો છે. આ ઉપરાંત રાજકોટ અગ્નિકાંડને લઇને સમગ્ર શહેર બંધ કરાવીને કોંગ્રેસે એક સફળ વિપક્ષની ભૂમિકા અદા કરી છે.

કોંગ્રેસ કાર્યાલય પર ચુસ્ત બંદોબસ્ત

રાહુલ ગાંધીના આગમનને પગલે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય પર સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી છે. મહત્ત્વપૂર્ણ છે કે રાહુલ ગાંધીએ લોકસભામાં હિન્દુ વિશે આપેલા નિવેદન બાદ બજરંગ દળ દ્વારા કોંગ્રેસ કાર્યાલય પર હુમલો કરવામાં આવ્યો હતો અને તોડફોડ કરવામાં આવી હતી.

આ સમાચાર શેર કરો